કોરોના વર્ષાવે છે કાળો કેરઃ 24 કલાકમાં 97નાં મોત

બીજિંગ તા.10 ફેબ્રુઆરી 2020 સોમવાર

ચીનમાં કોરોના વાઇરસ અત્યંત ઝડપથી ફેલાઇ રહ્યા છે અને કાળો કેર વર્તાવી રહ્યા છે. રવિવારે એક જ દિવસમાં 97 વ્યક્તિનાં મોત થયાં હતાં.

સત્તાવાર જાહેરાત મુજબ રવિવારે એક જ દિવસમાં 4008 જણને ચેપ લાગ્યો હતો. આમ હવે કોરોના વાઇરસ રીતસર કાળો કેર વર્તાવી રહ્યા હતા. એક તરફ રવિવારે સારવાર બાદ 3,281 જણને હૉસ્પિટલમાંથી રજા અપાઇ જ્યારે બીજી બાજુ ચાર હજાર આઠ કેસ નવા નોંધાયા હતા જેમાં 296ની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું ડૉક્ટરોએ કહ્યું હતું.

કોરોના વાઇરસે ચીન ઉપરાંત અગ્નિ એશિયાના અન્ય દેશોના લોકોને પણ અસર કરી હતી. અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોનું સ્ક્રીનીંગ થઇ ચૂક્યું હતું.

રવિવાર 9 ફેબ્રુઆરી સુધીમાં અગ્નિ એશિયાનાં 21 એરપોર્ટસ્ પર 1818 ફ્લાઇટ્સના કુલ 1 લાખ 97 હજાર 192 ઉતારુના ચેકપ કરાયા હતા. ચીન અને હોંગકોંગ ઉપરાંત સિંગાપુર અને થાઇલેન્ડમાં પણ આ રીતે ઉતારુઓનું ચેકપ ચાલુ કરાયું હતું.

ભારતની વાત કરીએ તો 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 9,452 વ્યક્તિનું ચેકપ કરાયું હતું. 1510 સેમ્પલ્સ લેબોરેટરીમાં મોકલાયા હતા. દેશમાં 100 ટકા સાક્ષરતા ધરાવતા કેરળમાં સૌથી વધુ ચેપ જોવા મળ્યો હતો. કેરળની શિક્ષિત યુવતીઓ દુનિયાભરમાં નર્સ તરીકે કામ કરવા જાય છે એટલે એમને આવો ચેપ તરત લાગી જવાની શક્યતા રહે છે.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UGkm5k
via Latest Gujarati News

Post a Comment

0 Comments