
નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2020, સોમવાર
ઉંમર પહેલા સફેદ વાળ થવા પાછળ તાણ સૌથી મોટું કારણ છે. બ્રાઝીલની એક યુનિવર્સિટિીમાં થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે શરીરમાં જે સ્ટેમ સેલ હોય છે જે ત્વચા અને વાળના રંગને સફેદ કરવા માટે જવાબદાર છે તે સ્ટ્રેસના કારણે વધારે અસર કરવા લાગે છે.
શોધકર્તાઓએ આ પરીક્ષણ ઉંદર પર કર્યું હતું જેમાં જાણવા મળ્યું કે કેટલાક સપ્તાહ સુધી તાણ સહન કરનાર કાળા ઉંદરના વાળ સફેદ ઉંદર જેવા થઈ ગયા. હવે નિષ્ણાંતો એવી દવા શોધી રહ્યા છે જે સફેદ વાળને વધતા અટકાવે. તેમનું કહેવું છે કે 30 વર્ષની ઉંમર પછી મહિલા અને પુરુષો બંનેના વાળમાં સફેદી આવવાનું શરૂ થઈ જાય છે. તેમાં કેટલાક કિસ્સા જિનેટિક હોય છે પરંતુ મોટા ભાગના કિસ્સામાં સ્ટ્રેસ અને ચિંતાના કારણે વાળ સફેદ થાય છે.
મિલેનોસાયટ સ્ટેમ કોશિકા મિલેનિનનું નિર્માણ કરે છે. મિલેનિન જ નક્કી કરે છે કે ત્વચા અને વાળનો રંગ કેવો હશે. શોધ અનુસાર તાણની સ્થિતિાં ઉંદરમાં એડ્રિનેજિલ અને કોર્ટિસોલ હોર્મોન રિલીઝ થયું. હૃદયના ધબકારા વધી ગયા અને બ્લડ પ્રેશર વધ્યું. જેની અસર નર્વસ સિસ્ટમ પર થવા લાગી.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રયોગમાં જે ઉંદર હતા તેમના પરીક્ષણમાં જાણવા મળ્યું કે પ્રોટીન વાળનો રંગ બદલાવા માટે જવાબદાર હોય છે. શોધકર્તાઓએ તેને રોકવા માટે નવા પ્રયોગ કર્યા છે. આ દરમિયાન જે ઉંદરની સ્ટ્રેસની સ્થિતિને સામાન્ય કરવા માટે એંટી હાઈપરટેંસિવ ડ્રગ આપવામાં આવ્યું. આ ડ્રગની અસરના કારણે પ્રોટીનનું સ્તર ઘટ્યું અને સ્ટેમ કોશિકાઓ પર પણ પ્રભાવ ઘટી ગયો.
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર તાણ ઘટે ત્યારે વાળમાં મિલેનિનિનું નિર્માણ કરતી સ્ટેમ કોશિકા નાશ પામે છે. તાણની અસર આપણા શરીર પર પણ થાય છે. તાણથી લોકો જેટલું ખરાબ વિચારે છે તેનાથી વધારે ખરાબ પરીણામ જોવા મળે છે. તાણના કારણે અન્ય ગંભીર બીમારીઓ પણ થાય છે. આ બીમારીઓની જાણ પછી થાય છે પરંતુ સફેદ થતા વાળ પર તેની અસર તુરંત જોવા મળે છે.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OIxOlr
via Latest Gujarati News
0 Comments