અયોધ્યામાં 24 મહિનામાં તૈયાર થશે ભવ્ય રામ મંદિર, જાણો શું છે ટ્રસ્ટની યોજના

લખનૌ, તા.9 ફેબ્રૂઆરી 2020, રવિવાર

સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટેના ટ્રસ્ટની જાહેરાત સરકારે તાજેતરમાં જ કરી દીધી છે.

આ ટ્રસ્ટની પહેલી બેઠક 19 ફેબ્રુઆરીએ દિલ્હીમાં મળશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના નામથી ઓળખાતા ટ્રસ્ટના તમામ સભ્યો આ બેઠકમાં હાજર રહેશે અને આ સભ્યો વધુ બે વરિષ્ઠ સભ્યોની ચૂંટણી કરશે.

પહેલી બેઠકમાં રામ મંદિર નિર્માણની તારીખ પણ નક્કી થશે. સાથે સાથે ટ્રસ્ટના અધ્યક્ષ, મહાસચિવની ચૂંટણી પર પણ ચરચા થશે. સૂત્રોના કહેવા પ્રમાણે રામ જન્મભૂમિ ન્યાસ સમિતિના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસને રામ મંદિર ટ્રસ્ટમાં મહત્વની જવાબદારી અપાશે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ટ્રસ્ટે બે વર્ષમાં રામ મંદિરનુ નિર્માણ કાર્ય પુરૂ કરી દેવાની ડેડલાઈન નક્કી કરી છે. મંદિર નિર્માણ માટેના શિલાન્યાસ રામનવમીએ થઈ શકે છે. જે માટે પીએમ મોદીને આમંત્રણ અપાશે.




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bhgq0K
via Latest Gujarati News

Post a Comment

0 Comments