લખનૌ કોર્ટમાં બૉમ્બ બ્લાસ્ટ: 3 વકીલ ઈજાગ્રસ્ત

લખનૌ, તા. 13 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ કોર્ટમાં બૉમ્બ બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટ વજીરગંજ વિસ્તારમાં થયો છે. જેમાં કેટલાક વકીલ ઈજાગ્રસ્ત થયા છે. જાણકારી અનુસાર કોર્ટ પરિસરમાં 3 જીવતા બૉમ્બ મળ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

હુમલામાં કેટલાક લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. અહીંથી જે ત્રણ જીવતા બોમ્બ મળ્યા છે. તેને પોલીસે જપ્ત કરી લીધા છે. બોમ્બ બ્લાસ્ટ વિવાદના કારણે થયો છે. કચેરીમાં ચૂંટણી પણ થવાની છે. ક્રોધના કારણે આ હુમલો કરવામાં આવ્યો છે. 

બે વકીલોના અંદરોઅંદર વિવાદમાં આ હુમલો થયો છે. જીતુ યાદવ નામના વ્યક્તિ પર આરોપ છે કે તેણે બૉમ્બ ફેંક્યો. એક વ્યક્તિ વધારે ઈજાગ્રસ્ત છે. બાકી બંને લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. વકીલોના બે જૂથમાં વિવાદ હતો જેની ફરિયાદ બુધવારે એક ગ્રૂપના વકીલે બાર કાઉન્સિલમાં કરી હતી જેના કારણે વિવાદ થયો હતો. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OMV9ST
via Latest Gujarati News

Post a Comment

0 Comments