ભોપાલ, તા. 13 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર
ભોપાલ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2-3 પર ગુરૂવારે મોટી દુર્ઘટના ઘટી. ઓવરબ્રિજથી નીચે ઉતરવાવાળી રેમ્પનો શેડ પડી ગયો. શેડના વજનથી રેમ્પનો એક નાનો ભાગ પ્લેટફોર્મ પર બેસેલા મુસાફરો પર પડ્યો.
શેડ અને રેમ્પનો ભાગ પડવાથી કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.
ઘટના બાદ રેલવે સ્ટેશન પર બેસેલા મુસાફરો ઘણા ડરી ગયા હતા. આ બધુ એટલી ઝડપે થયુ કે નીચે બેઠેલા લોકોને દૂર જવાની પણ તક મળી નહીં.
આ ઘટનાની જાણકારી રેલવે અધિકારીઓને મળતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા.
રેલવે અધિકારીઓ અનુસાર, 7 મુસાફરો ઈજાગ્રસ્ત હોવાની આશંકા છે. સૂત્રો અનુસાર ઈજાગ્રસ્તોની સંખ્યા વધી પણ શકે છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SpvQst
via Latest Gujarati News
0 Comments