ભોપાલ રેલવે સ્ટેશને મુસાફરો પર રેમ્પ પડી, કેટલાક ઈજાગ્રસ્ત

ભોપાલ, તા. 13 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર

ભોપાલ રેલવે સ્ટેશન પર ગુરૂવારે થયેલી એક મોટી ઘટના થઈ. અહીં ઓવરબ્રિજથી નીચે ઉતરવાવાળી રેમ્પનો શેડ પડી ગયુ. શેડના વજનથી રેમ્પનો એક નાનો ભાગ પ્લેટફોર્મ પર બેસેલા મુસાફરો પર પડ્યુ. આ બાદ ચીસો પાડતા જોવા મળ્યા. 

શેડ અને રેમ્પનું ભાગ પડવાથી કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થઈ ગયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. આ દુર્ઘટના ભોપાલ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2-3 પર ગુરૂવાર સવારે ઘટી. 

ઘટના બાદ રેલવે સ્ટેશન પર બેસેલા મુસાફરો ઘણા ડરી ગયા છે. આ તમામ એટલી ઝડપે થયુ કે નીચે બેઠેલા લોકોને હટવાની તકન મળી નહીં. 

જેવી જ આ ઘટનાની જાણકારી રેલવેએ અધિકારીઓને મળી તો તે ઘટનાસ્થળે પહોંચ્યા. 

રેલવે અધિકારીઓ અનુસાર, 6 મુસાફરો ઈજાગ્રસ્ત હોવાની આશંકા છે. સૂત્રો અનુસાર ઈજાગ્રસ્તોની સંખ્યા વધી પણ શકે છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SpvQst
via Latest Gujarati News

Post a Comment

0 Comments