
ન્યૂયોર્ક, ૧૨ ફેબુ્આરી,૨૦૨૦, બુધવાર
બ્રિટીશ કોલંબિયાના વૈજ્ઞાનિકોના ધ્યાનમાં આવ્યું છે કે સ્પેસમાંથી ચોકકસ સમયગાળા પછી રેડિયો સિગ્નલ આવે છે. ફાસ્ટ રેડિયો બર્સ્ટ અંગે સંશોધન કરી રહેલા સ્પેસ નિષ્ણાતોનું માનવું છે કે આ એક અદૂભૂત છે કારણ કે આવું અગાઉ કયારેય જોવા મળ્યું નથી. સંશોધકોએ એ પણ નોંધ્યું છે કે ૧૬.૩૫ દિવસ પછી આ રેડિયો સિગ્નલ તેના મૂળ સ્થાનેથી છોડવામાં આવે છે. આ સિગ્નલ સાથે સંકળાયેલી બે બાબતો જાણવા જેવી છે. એક તો અગાઉ જણાવ્યું તેમ ચોકકસ સમયગાળામાં આવે છે બીજુ કે અગાઉ જેટલા પણ સિગ્નલ મળ્યા છે તેનો સોર્સ પૃથ્વીની નજીકનો કયાંક હોવાનું જણાયું છે પરંતુ આ નવા પકડાયેલા સિગ્નલ આઉટર સ્પેસ એટલે કે કોઇ બહારનો ભાગમાંથી આવતા જણાય છે. વૈજ્ઞાાનિકોએ વારંવાર આવતા આ રેડિયો સિગ્નલનું એફઆરબી, ૧૮૦૯૧૬ એવું નામ આપ્યું છે.

વૈજ્ઞાાનિકોનું એક અનુમાન એવું છે કે એફઆરબી, ૧૮૦૯૧૬ પૃથ્વીથી ૫૦ કરોડ પ્રકાશ વર્ષ દૂર કોઇ આકાશગંગાના બહારના ભાગમાંથી આવે છે. આ માટે સપ્ટેમ્બર ૨૦૧૮ થી ઓકટોબર ૨૦૧૯ સુધી રેડિયો ટેલિસ્કોપની મદદથી નીરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જાણવા મળ્યું કે સિગ્નલ ૪ દિવસ સુધી અનુભવી શકાતા હતા ત્યારબાદ ૧૨ દિવસ સુધી અલોપ થઇ જતા હતા.આ ચક્રને ૧૬ દિવસ પુરા થાય કે તરત જ પાછા સિગ્નલ મહેસૂસ થવા લાગ્યા હતા. જો કે રેડિયો સિગ્નલ કયાંથી આવે છે તે વૈજ્ઞાનિકો ચોકકસ જાણી શકયા નથી.
કોઇ તારાઓમાંથી કોઇ બ્લેકહોલમાંથી આવતા હોવાનું માને છે. જો કે એક વાત ચોકકસ છે કે જયાંથી પણ સિગ્નલ આવતા હોય તે પદાર્થ ૧૬ દિવસનું ભ્રમણ ધરાવે છે. કેટલાક તો એવું પણ માને છે કે આ સિગ્નલ પૃથ્વી વાસીઓ માટે એલિયનના હોવા જોઇએ. એલિયન એટલે પરગ્રહનો રહેવાસી હંમેશા રહસ્યમય પ્રકરણ રહયું છે. ઉડતી રકાબીઓ જોઇ હોવાના દાખલા અને દલીલો છેલ્લા ૧૦૦ વર્ષથી ચાલે છે પરંતુ નકકર પુરાવા મળતા નથી. જો કે પૃથ્વી બહાર પણ જીવો હોવાનું વિચક્ષણ ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગ પણ માનતા હતા. આથી અંતરિક્ષમાંથી ચોકકસ સમયે આવતા અને ગાયબ થતા સિગ્નલોએ રહસ્ય ઉભું કર્યું છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P5q0ur
via Latest Gujarati News
0 Comments