નવી દિલ્હી, તા. 11 ફેબ્રુઆરી 2020 મંગળવાર
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે. એવામાં લોકોની નજર દિલ્હીની 8 મુસ્લિમ બહુમત વિધાનસભા બેઠકો પર છે. દિલ્હીમાં આ બેઠકો પર સીએએ વિરૂદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે.
દિલ્હીની ઓખલા બેઠક પર AAPના વર્તમાન ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની સામે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરવેઝ હાશમી મેદાનમાં છે. ભાજપના બ્રહ્મ સિંહ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. 2015માં AAPએ અહીં જીત મેળવી હતી. શરૂઆતી રૂઝાનમાં અમાનતુલ્લા ખાન પાછળ છે.
ઓખલા વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવેલા શાહીન બાગમાં તો છેલ્લા 58 દિવસોથી મહિલાઓ રાત-દિવસ ધરણાઓ પર બેઠી છે. ભાજપે પોતાના ચૂંટણી પ્રચારમાં શાહીન બાગને મુદ્દો બનાવ્યો હતો તો અરવિંદ કેજરીવાલે મુસ્લિમ બહુમત વિસ્તારોમાંથી સમગ્ર ચૂંટણી પ્રચારમાં અંતર રાખ્યુ હતુ. કોંગ્રેસ શાહીન બાગના સમર્થનમાં ઉભી રહી હતી.
દિલ્હીના રાજકારણમાં મુસ્લિમ મતદાતા લગભગ 12 ટકા જેટલા છે. દિલ્હીની કુલ 70માંથી 8 વિધાનસભા બેઠકોને મુસ્લિમ બહુમત માનવામાં આવે છે જેમાં બલ્લીમારાન, સીલમપુર, ઓખલા, મુસ્તફાબાદ, ચાંદની ચોક, મટિયા મહલ, બાબરપુર અને કિરાડી બેઠકો સામેલ છે.
આ વિધાનસભા ક્ષેત્રમાં 35થી 60 ટકા સુધી મુસ્લિમ મતદાતા છે. સાથે જ ત્રિલોકપુરી અને સીમાપુરી બેઠક પર પણ મુસ્લિમ મતદાતા ઘણા મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vl8dIr
via Latest Gujarati News
0 Comments