નવી દિલ્હી, તા.13 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર
નિર્ભયા કેસના દોષિતો ફાંસીના ફંદાથી બચવા માટે હવે રઘવાયા થઈ ગયા છે અને જાતના જાતના પેંતરા અજમાવી રહ્યા છે.
આ પૈકીના એક દોષિત વિનય શર્માની દયાની અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે ત્યારે આ નિર્ણય પર શર્માએ સવાલ ઉઠાવીને સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરી છે કે, મારી માનસિક સ્થિતિ સારી નહી હોવાથી ફાંસીમાંથી માફી આપવામાં આવે.
આ અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે નિર્ણય આપવાનુ નક્કી કર્યુ છે.વિનયના વકીલે ફાંસી ટાળવા માટે કોર્ટને કહ્યુ હતુ કે, વિનય શર્મા માનસિક રીતે આઘાત પા્મયો છે.તેની માનસિક સ્થિતિ સારી નહી હોવાથી તેને ફાંસી આપી શકાય નહી.
વકીલે કહ્યુ હતુ કે, મારા અસીલને સંખ્યાબંધ વખત મેન્ટલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે અને તેને દવાઓ પણ અપાઈ છે. માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને ફાંસી અપાઈ શકે નહી.હું આ અન્યાયને રોકવા માંગુ છું. ઉપરાંત દયાની અરજીની ફાઈલ પર ગૃહ મંત્રી અને એલજીની સહીઓ નથી. આ ફાઈલ પણ હું જોવા માંગુ છું. આ માટે મેં આરટીઆઈ કરેલી છે. જોકે સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ હતુ કે, તમામ દસ્તાવેજો પર તેમની સહી છે અને તેમણે દસ્તાવેજો પણ મંગાવીને બતાવ્યા હતા.
જોકે વકીલે પાછી દલીલ કરી હતી કે, આ દસ્તાવેજો વોટસએપ પર મંગાવાયા છે. કેમ અસલ દસ્તાવેજો રજુ કરાયા નથી. મારા અસીલને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ પાસે દયાની અરજીઓનો ઢગલો છે ત્યારે નિર્ભયાના આરોપીઓની દયા અરજી પર જ વહેલી તકે નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
સરકાર તરફથી તુષાર મહેતાએ કહ્યુ હતુ કે, દોષિત વિનયની દયા યાચિકા સાથે તેની પારિવારિક સ્થિતિ સહિતની તમામ જાણકારી ગૃહ મંત્રાલયે દયાની અરજીની સાથે રાષ્ટ્રપતિને મોકલી હતી.
ગૃહ મંત્રાલયનુ કહેવુ છે કે, આ બહુ જઘન્ય અપરાધ છે અને રેર ઓફ ધ રેરેસ્ટ મામલો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UJmmKh
via Latest Gujarati News
0 Comments