નવી દિલ્હી, તા. 13. ફેબ્રુઆરી 2020 ગુરૂવાર
ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન અને ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતાડી ચુકેલા ક્રિકેટર માઈકલ ક્લાર્કના અંગત જીવનમાં તોફાન સર્જાયુ છે.
લગ્નના સાત વર્ષ બાદ ક્લાર્ક અને તેની પત્ની કાઈલી બોલ્ડીએ છુટાછેડા લીધા છે.ક્લાર્કે 2012માં લગ્ન કર્યા હતા.બંનેને ચાર વર્ષની એક પુત્રી પણ છે.
ક્લાર્કે કહ્યુ હતુ કે, કેટલાક સમય સુધી સાથે રહ્યા બાદ અમે એક કપલ તરીકે અલગ થવાનો કપરો નિર્ણય લીધો છે.અમે એક બીજાનુ સન્માન કરીએ છે અને એ નિર્ણય પર આવ્યા છે કે, પુત્રી માતા પાસે રહેશે.
ઓસી મીડિયાના કહેવા પ્રમાણે ક્લાર્કે છુટાછેડા માટે 40 મિલિયન ડોલર એટલે કે 192 કરોડ રુપિયા વળતર ચુકવ્યુ છે.
2018માં એવા મીડિયા અહેવાલો વહેતા થયા હતા કે, ક્લાર્કનુ પોતાની આસિસ્ટન્ટ સાથે અફેર ચાલી રહ્યુ છે.જેનુ નામ સાશા આર્મસ્ટ્રોંગ છે.જે ક્લાર્કની ક્રિકેટ એકેડમીના વહિવટ પર દેખરેખ રાખે છે.
આ બંનેની કેટલીક તસવીરો પણ લીક થઈ હતી.જેમાં ક્લાર્ક અને સાશા એક યાચ પર જોવા મળ્યા હતા.આ અફેરના કારણે જ ક્લાર્કે છુટાછેડા લીધા હોવાની આશંકા છે.
2015માં ક્લાર્કની કેપ્ટનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ જીત્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OPzauM
via Latest Gujarati News
0 Comments