નવી દિલ્હી, તા.13 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર
ગુનાઈત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપવા બદલ રાજકીય પક્ષોની સુપ્રીમ કોર્ટે આકરી ઝાટકણી કાઢી છે.
સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને પોતાની વેબસાઈટ પર ગુનાઈત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોની પસંદગી કેમ કરવામાં આવી તેના કારણ સાથેની માહિતી રજૂ કરવા માટે આદેશ આપ્યો છે.
કોર્ટે આ ચુકાદો એટલે આપ્યો છે કે, છેલ્લા ચારેક વર્ષથી દરેક રાજકીય પક્ષમાં આવા ઉમેદવારોની સંખ્યા વધી છે. કોર્ટે આવા ઉમેદવારોની જાણકારી વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવા માટે રાજકીય પક્ષોને 48 કલાકનો સમય આપ્યો છે. એ પછી દરેક રાજકીય પક્ષે તેનો રિપોર્ટ પણ સુપ્રીમ કોર્ટને 72 કલાકની અંદર આપવાનો રહેશે.
કોર્ટે ચીમકી પણ આપી છે કે, જો પક્ષો આ આદેશનુ પાલન નહી કરે તો કોર્ટની અવમાનના કરવા બદલ કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટે ચૂંટણી પંચને કહ્યુ છે કે, જો આદેશનુ પાલન ના થાય તો કોર્ટમાં અવમાનના કરવાની અરજી દાખલ કરવામાં આવે.
કોર્ટે ટિપ્પણી પણ કરી છે કે, ઉમેદવારોની પસંદગીનો આધાર તેની યોગ્યતા પર હોવો જોઈએ નહી કે તેની જીતની શક્યતાના આધાર પર જીતવાની લાયકાત પસંદગીનો આધાર બની શકે નહી.
Supreme Court also directs political parties to publish credentials, achievements and criminal antecedents of candidates on newspaper, social media platforms and on their website while giving a reason for selection of candidate with criminal antecedents. https://t.co/HE0Om38zGn
— ANI (@ANI) February 13, 2020
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bCaSxZ
via Latest Gujarati News
0 Comments