
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 11 ફેબ્રુઆરી 2020, મંગળવાર
સલમાન ખાનની આગામી ફિલ્મ 'કભી ઇદ કભી દિવાળી'ની ઘોષણા થોડા દિવસો પહેલા જ થઇ છે.આ ફિલ્મને લઇને સલમાન ઉત્સાહિત છે ત્યારે તેની હિરોઇન વિશે પણ અટકળો થતી હતી. પરંતુ હવે સલમાન સાથે આ ફિલ્મની હિરોઇન વિશેની સ્પષ્ટતા ખુદ સાજિદ નડિયાદવાળાએ જ કરી છે.
સાજિદે જણાવ્યુ હતુ કે, '' હૃતિક રોશનની ઓપોઝિટ 'મોહેનજો દરો'થી બોલીવૂડમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી પૂજા હેગડે પહેલી વખત સલમાન સાથે રૂપેરી પડદે જોવા મળશે. હાલમાં જ પૂજા સાથે મેં 'હાઉસફુલ ૪'માં કામ કર્યું હતું. ત્યારે જ મને સલમાન સાથેના ઓપોઝિટ પાત્ર માટે પૂજા યોગ્ય લાગી હતી. તેની સ્ક્રીન પ્રેઝસન્સ ગજબની છે તેની અને સલમાનની જોડી સારી લાગશે. આ જોડી કહીનીને ફ્રેશનેસ અર્પશે.''
કહેવાય છે સલમાનની આ ફિલ્મ એક પારિવારિક ડ્રામા હશે જેનું દિગ્દર્શન ફરહાદ સામજી કરશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UHYpTy
via Latest Gujarati News
0 Comments