ઇકબાલ મિર્ચી કેસ : ડીએચએફએલનો ડિજિટલ ડેટા રેકોડર્સ ઇડીનો કબજામાં


મુંબઇ, તા.12 ફેબ્રુઆરી 2020, બુધવાર

મૃત ગેંગસ્ટર ઇકબાલ મિર્ચી વિરુદ્ધ મની લોન્ડરિંગના કેસની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એકાઉન્ટિંગ સોફ્ટવેરનો ડિજિટલ રેકોર્ડસ અને દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન (ડીએચએફએલ)નો ડેટા કબજે કર્યો છે, જેનો ઉપયોગ કાળા નાણાંને ધોળા કરવા (મની લોન્ડરિંગ) માટે કર્યો હોઇ શકે. 

ઇડીના વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે કે અધિકારીઓએ ડેટા અને ડીએચએફએલ સાથે કડી ધરાવતી પ્રોપર્ટીની શોધખોળ વેળા વપરાયેલું સોફ્ટવેર જે મળી આવ્યું છે તેને મેળવ્યું છે. ઇડીના અધિકારીઓને એવી શંકા છે કે આ સોફ્ટવેરનો ઉપયોગ બનાવટી પ્રોફાઇલ્સ સર્જવા માટે કરાયો હોઇ શકે અને એ પછી નાણાંને લોન્ડરિંગ કરાયા હશે.

'આ ડેટા અલગ જાળવી રાખવામાં આવ્યો છે' એમ સુમાહિતગાર વર્તુળોએ જણાવ્યું હતું. વરલીમાં મિરચીની ત્રણ  પ્રોપર્ટીની તપાસ કરવામાં આવી તે વેળા એજન્સીના સ્કેનર હેઠળ ડીએચએફએલ આવી હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39qBm3y
via Latest Gujarati News

Post a Comment

0 Comments