
(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા.12 ફેબ્રુઆરી 2020, બુધવાર
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા અને એમાં કુલ ૭૦ બેઠકોમાંથી ૬૨ બેઠકો મેળવીને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની આમ આદમી પાર્ટીએ ત્રીજી વાર સત્તા મેળવી તેને ધ્યાનમાં રાખીને 'સામના' દૈનિકમાં ભારતીય જનતા પક્ષ પર આપમિતલબી લોકોની હાર, એવા શબ્દોમાં ટીકા કરવામાં આવી છે.
કેજરીવાલે કરેલા કામોના આધારે ફરીથી સત્તા મેળવી છે, કેજરીવાલની દિલ્હી કેન્દ્રશાસિત હોવાથી કાનૂન અને સુવ્યવસ્થા, પોલીસ, ઉદ્યોગ જેવી બાબતો તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા નથી. વઆ વાતનો તેમને લાભ જ થયો છે. દિલ્હીમાં કાનૂન અને સુવ્યવસ્થાના તો બાર વાગી ગયા છે. અને એનું ઠીકરુ મોદી-શાહના માથે ફોડવામાં કેજરીવાલ સફળ થયા છે. તેમજ પાણી અને વીજળી બીલ માફીના સંપૂર્ણ માફીનો જશ કેજરીવાલે લીધો છે.
ભારતીય જનતા પક્ષ હિન્દુ અને મુસલમાન, પાકિસ્તાન વિગેરે મુદ્દાના નામે ઘોંઘાટ કર્યો પણ આખરે જીત તો કેજરીવાલની જ થઇ અને આપમતલબી લોકોની હાર થઇ. કેજરીવાલની ઝાડુએ બધાને સાફ કરી નાખ્યા, એવી ટીકા કરીને 'સામના'માં કેજરીવાલનું અભિનંદન કરવામાં આવ્યું છે.
કેજરીવાલને હરાવવા માટે ભારતીય જનતા પક્ષે દેશભરના અઢીસો સાંસદ, ચારસો વિધાનસભ્યો, મુખ્ય પ્રધાન, તેમજ રાજ્યોના પ્રધાનો અને સંપૂર્ણ કેન્દ્રીય પ્રધાનમંડળ ચૂંટણી મેદાનમાં ઉતાર્યું હતું. પણ એ દિલ્હીના મેદાનમાં સાફ થઇ ગયું અહંકારી મતલબી અને હમ કરે સો કાયદા વૃત્તિની આ હાર છે.
દિલ્હીની વિધાનસભામાં કયા મુદ્દે ચૂંટણી લડવી આ સંદર્ભે ભારતીય જનતા પક્ષમાં હોબાળો જ ઉડી ગયો. હંમેશા મુજબ અહી પણ હિન્દુ- મુસ્લિમ, રાષ્ટ્રવાદ અને દેશદ્રોહ મુદ્દે જ ભારતીય જનતા પક્ષ પ્રચાર કર્યો અને મતો માગવામાં આવ્યા, પણ દિલ્હીના મતદાતાએ બધા મુદ્દા ફગાવી દીધા અને કેજરીવાલે પાંચ વર્ષમાં જે કામ કર્યું એના પર જ મતદાન કર્યું. કેજરીવાલે પણ પોતાની સરકારે પાંચ વર્ષમાં જે કામ કર્યું એના આધારે જ મત માગ્યા. આવું લગભગ આપણી ચૂંટણીમાં થતું નથી. ભાવનાત્મક અને ધાર્મિક મુદ્દા પર ભાર મૂકવામાં આવે છે.
ભારતીય જનતા પક્ષને હંમેશા મુજબ દિલ્હીમાં એ કર્યું. નાગરિક્તા સુધારો કાનૂન, એનઆરસી આ મુદ્દે વાતાવરણ તપાવ્યું. સીએએ એટલે નાગરિક્તા સુધારો કાનૂનના વિરોધમાં દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં જે આંદોલનકારો બેઠા એ માત્ર મુસલમાનોનું આંદોલન છે એવો પ્રચાર કરીને મતો મેળવવા પ્રયાસ થયા, પણ એ સપળ થયાં નહીં.
દિલ્હીવાસીઓએ કુલ ૭૦માંથી ૬૦થી વધુ બેઠકો કેજરીવાલની આપના ગજવામાં નાખી. ભારતીય જનતા પક્ષ પોતાની બેઠકો વધી, પરસેનટેજ વધ્યું અને કોંગ્રેસના મતો ઘટીને એમને શૂન્યથી આગળ વધતા આવડયું નહીં. આ કદાચ ભાજપ માટે સંતોની વાત હોઇ શકે, પણ આખરે કેજરીવાલનું પાંચ વર્ષનું કામ જુમલેબાજી ઉપર હાવી થયું. મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારમાં શિવસેનાના સાથીપક્ષ કોંગ્રેસનો સતત બીજી વખત દિલ્હીની ચૂંટણીમાં સફાયો થઇ ગયો એ બાબત સેનાએ ચૂપકીદી સેવી હોય એવું લાગે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38nVDa6
via Latest Gujarati News
0 Comments