
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.12 ફેબ્રુઆરી 2020, બુધવાર
ઇરફાન ખાનની આવનારી ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'નું ફર્સ્ટ લુક હાલ સામે આવ્યું છે. જેની સાથે તેણે એક ઇમોશનલ મેસેજ પણ રિલીઝ કર્યો છે.
આ પોસ્ટરમાં ઇરફાન સાથે રાધિકા મદન દેખાઇ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર ૧૩ ફેબુ્રઆરી ૨૦૨૦ના રિલીઝ થવાનું છે. ઇરફાન વિડિયોમાં કહી રહ્યો છે કે, '' હેલ્લો ,ભાઇઓ અને બહેનો , નમસ્કાર, હું ઇરફાન બોલી રહ્યો છું. આજે હુ ંતમારી સાથે છું પણ અને નથી પણ, મારી ફિલ્મ અંગ્રેજી મીડિયમ માટે હું ઉત્સાહિત છું. પરંતુ મારા શરીરમાંઅણગમતા મહેમાન આવ્યા છે. કેટલો સમય રહેશે તે હું જાણતો નથી. પરંતુ મારે સકારાત્મક રીતે રહેવા સિવાય છૂટકો નથી. મારી આ ફિલ્મ તમને હસાવશે પણ અને રડાવશે પણ,''
ઉલ્લેખનીય છે કે, ઇરફાન છેલ્લા બે વરસથી કેન્સર સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તેની તબિયત પાછી બગડી ગઇ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39zp8G9
via Latest Gujarati News
0 Comments