રિચા ચઢ્ઢા આગામી ફિલ્મમાં રાજકારણીના પાત્રમાં દેખાશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.12 ફેબ્રુઆરી 2020, બુધવાર

સુભાષ કપૂર  ફિલ્મ 'મુગલ'ની તૈયારી કરી રહ્યો છે, આ ફિલ્મનું  શૂટિંગ ઠેલાઈ જવાથી તે રિચા ચઢ્ઢાની પણ એક ફિલ્મ કરીરહ્યો છે.સુભાષ કપૂર ની  આ ફિલ્મ એક રાજકારણી પર છે. જેમાં રિચા મહિલા મુખ્ય પ્રધાનના રોલમાં જોવા મળશે. 

'મેડમ ચીફ  મિનિસ્ટર' નામની સુભાષ કપૂરની ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનાથી શરૃ થઇ ગયું છે. ૪૦ દિવસના આ પ્રથમ શેડયુનું શૂટિંગ એક જ સાથે કરવાનીયોજના હતી. સુભાષને આ પાત્ર માટે રિચા જ યોગ્ય લાગી હતી. ૧૦ મિનિટના નેરેશનમાં જ રિચાએ આ ફિલ્મ માટે હા પાડી દીધી હતી. 

રિચાએ જણાવ્યુ ંહતુ ંકે, '' મને જણાવતાં આનંદ થાય છે કે, 'મેડમ ચીફ મિનિસ્ટર'માં મેં અત્યાર સુધી ન ભજવેલો પડકારજનક રોલ છે. સુભાષ સર સાથે કામ કરવાનો મને આનંદ આવે છે. મારી સાથે આ ફિલ્માં માનવ, અક્ષય  ઓબેરોય અને સૌરભ શુક્લા કામ કરી રહ્યા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OLwq1q
via Latest Gujarati News

Post a Comment

0 Comments