કેટરિના કૈફ અને વિક્કી કૌશલના સંબંધો મજબૂત બન્યા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.12 ફેબ્રુઆરી 2020, બુધવાર

કેટરિના કૈફ અને વિક્કી કૌશલ હાલ ગાઢ દોસ્તીના કારણે ચર્ચામાં છે. બન્ને હાલ ડેટ કરી રહ્યા છે અને ઘણી ઇવેન્ટોમાં સાથે દેખાઇ રહ્યા છે. કહેવાય છે કે, વિકી અંગે કેટરિના કૌઇ નિર્ણય લઇ શકતી  નહોતી, પરંતુ હવે તેને લાગણી થઇ રહી હોવાનું લાગે છે. 

એક ન્યુઝ પોર્ટલની વાત સાચી માનીએ તો, કેટરિના પહેલા વિકી સાથે પોતાના સંબંધોને કારણે મૂંઝવણમાં હતી. પરંતુ હવે લાગે છે કે, તે વિકી જેવા જ કોઇ પુરુષને પોતાની જિંદગીમાં ઇચ્છે છે,વિકી 'ભરોસાપાત્ર અને વિશ્વનીય' વ્યક્તિ છે.આ રિપોર્ટમાં એક સૂત્ર દ્વારા જણાવામાં આવ્યું છે કે, વિકીને કોઇ કમિટમેન્ટ કરતા ડર લાગતો નથી અને તે કેટરિના સાથેના પોતાના સંબંધને યોગ્ય દિશામાં લઇ જશે.

હાલમાં જ વિકીએ એક ન્યુઝ પોર્ટલને ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને નથી લાગતું કે તેના અને કેટરિનાના સંબંધ વિશે કોઇ સ્પષ્ટતા કરવાની જરૃર હોય. જ્યારે બીજી બાજુ કેટરિનાએ વિકી સાથેના પોતાના સંબંધને જિંદગીનો 'અહમ હિસ્સો ' ગણાવ્યો હતો. 

વિકીએ એક ઇન્વ્વ્યુમાં કેટરિના પર ક્રશ હોવાની વાત કરી હતી ત્યારથી બન્નેના રોમાન્સની ચર્ચા થવા લાગી હતી. એમ પણ કહેવાય છે કે, એક રોમેન્ટિક ફિલ્મ માટે પણ આ યુગલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37kawJe
via Latest Gujarati News

Post a Comment

0 Comments