૧૯૬૯માં ચંદ્ર પર પહોંચેલા નિલ આર્મસ્ટ્રોંગને ૧ અબજ લોકોએ રેડિયો પર સાંભળ્યા હતા


ન્યૂયોર્ક, ૧૨ ફેબુ્આરી,૨૦૨૦, બુધવાર

 ૨૦ જુલાઇ ૧૯૬૯ના રોજ ચંદ્રની ધરતી પર નિલ આર્મસ્ટ્રોંગે પગ મુકયો તે સદીની મહાન ઘટના હતી.જયારે મુન મિશન શરુ થયું ત્યારે વિશ્વની ૩ અબજ વસ્તિમાંથી ટીવી સેટ મોટા ભાગના પાસે ન હતા. રેડિયો માહિતી અને મનોરંજનનું એક માત્ર  સશકત માધ્યમ હતું. ચંદ્ર પર માણસો ગયા છે એ વાતની દુનિયામાં ચર્ચા ચાલતી તો ઘણા લોકો માનવા તૈયાર થતા ન હતા. જયારે માહિતી અને જ્ઞાાન વિજ્ઞાાનના રસિયાઓ ચિંતામાં પડયા હતા.

અમેરિકામાં અનેક લોકો પોતાની મુસાફરી અટકાવીને ચંદ્ર પર ગયેલા માણસોનું શું થયું એની પૂછપરછ કરતા હતા. પૈસાદાર લોકો ટીવી સેટ પર જયારે સામાન્ય માણસો રેડિયો પર સમાચાર આવે તે માટે કાન માંડીને બેઠા હતા. છેવટે  ચંદ્રની ધરતી પરથી નિલઆર્મસ્ટ્રોંગે અમેરિકાના પ્રેસિડેન્ટ રિચર્ડ નિકસન સાથે ઇલેકટ્રોનિક તરંગોથી વાત કરી હતી.આ વાતચીતનું પ્રસારણ દુનિયાભરના રેડિયો પર ચાલ્યું ત્યારે એક રોમાંચ ઉભો થયો હતો. નિલના અવાજને ૧ અબજ લોકોએ રેડિયો પર સાંભળ્યો હતો. નિકસને કહયું કે દરેક અમેરિકનો આ દિવસનું ગોરવ અનુભવી રહયા છે.તમે સલામત રીતે પાછા ફરો તેવી સૌ પ્રાર્થના કરે છે. ત્યારે નિલ આર્મસ્ટ્રોગે કહયું હતું કે થેંકયું મિસ્ટર પ્રેસિડન્ટ, આ માત્ર અમેરિકા જ નહી શાંતિના ચાહક એવા સૌ માટે ગૌરવની ક્ષણ છે.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bBybrE
via Latest Gujarati News

Post a Comment

0 Comments