અયોધ્યાના પથ્થરોના પણ અચ્છે દિન, પ્રાચીન નક્શા અનુસાર જ બનશે રામ મંદિર

ઉત્તર પ્રદેશ, તા. 13 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર

અયોધ્યામાં રામ મંદિર પ્રાચીન નક્શા અનુસાર જ બનશે. રામ મંદિર નિર્માણ માટે 25 વર્ષથી કોતરકામ કરેલા પથ્થરોની શિલ્પકારીનો ઉપયોગ કરવામાં આવશે સાથે જ શ્રીરામ શિલાઓનો પણ મંદિરમાં ઉપયોગ કરવામાં આવશે. 

અયોધ્યામાં રામલલાનું નવુ મંદિર પ્રાચીન નક્શા અને મૉડલ અનુસાર જ બનશે. આ પથ્થરોમાં અદ્ભુત કલાકારી કરવામાં આવી છે. દેશમાંથી પૂજાઈને આવેલી શ્રીરામ શિલાઓ મંદિરની શોભા વધારશે. 

અયોધ્યામાં જન્મભૂમિ શ્રી રામલલાનું મંદિર ગુજરાતના વાસ્તુશિલ્પી પરિવારના આર્કિટેક્ચર નિષ્ણાંત ચંદ્રકાંત સોમપુરાના બનાવેલા ડિઝાઈન અને મૉડલ પર જ બનશે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39sDeJh
via Latest Gujarati News

Post a Comment

0 Comments