
(પીટીઆઈ) ગુરૂગ્રામ, તા. 10 ફેબ્રુઆરી, 2020, સોમવાર
હરિયાણાના ગુરૂગ્રામમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા મુનેશ ગોદારાની તેમના પતિએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. જાણવા મળ્યા મુજબ મુનેશના કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકાના કારણે તેમના પતિએ તેમની હત્યા કરી દીધી હતી.
મૃતક મુનેશ ગોદારા (34 વર્ષ) હરિયાણા ભાજપ ખેડૂત મોરચાના રાજ્ય સચિવ હતા અને ભાજપના એક ઉભરતા મહિલા નેતા હતા. તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોનો પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત પાર્ટીના કામકાજને લઈ તેઓ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળી ચુક્યા છે. પોલીસના કહેવા પ્રમાણે મુનેશના પતિ સુનીલને તેમના પર શંકા હતી અને હત્યા બાદ તે હાલ ફરાર છે.
ઘટના સૃથળે પહોંચેલી પોલીસે મુનેશના શબને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. મૂળ દાદરીનો સુનીલ ચરખી ગુરૂગ્રામના સેક્ટર-93માં ભાડાના ઘરમાં રહેતો હતો. મુનેશના સસરા ચંદ્રભાને પોલીસ ફરિયાદમાં પોતાનો દીકરો સિક્યોરિટી ઓફિસર હોવાનું અને સોસાયટીમાં આઠમા માળે રહેતો હોવાનું લખાવ્યું હતું.
પોલીસના મતે સુનીલને મુનેશના કોઈ વ્યક્તિ સાથે સંબંધો હોવાની શંકા હતી અને આ મુદ્દાને લઈ તેઓ બંને વચ્ચે ઝગડા થતા રહેતા હતા. મુનેશના સસરાએ ફરિયાદમાં હત્યાની રાતે પણ સુનીલ અને મુનેશ વચ્ચે ઝગડો થયો હોવાનું લખાવ્યું હતું અને તે સમયે સુનીલ દારૂના નશામાં હતો.
મૃતક મુનેશે રસોડામાં જઈને કોઈના સાથે ફોન પર વાત કરી આ કારણે ગુસ્સે થયેલા મુનેશે પોતાની સર્વિસ રિવોલ્વર કાઢીને તેના પેટ અને છાતીમાં ગોળીઓ ધરબી દીધી હતી જેથી તે ઘટના સૃથળે જ મૃત્યુ પામી હતી. મુનેશ ઝજ્જર જિલ્લાના નોગાંવની રહેવાસી હતી અને પાર્ટીના કામમાં આગળ પડતો રસ દાખવતી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31KawRG
via Latest Gujarati News
0 Comments