શું નહેરૂ પોતાના મંત્રીમંડળમાં સરદાર પટેલને સામેલ નહોતા કરવા માંગતા?

નવી દિલ્હી, તા.13 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર

ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ પોતાના મંત્રી મંડળમાં સરદાર પટેલને સામેલ કરવા નહોતા માંગતા તેવા વિદેશ મંત્રી એસ જયશંકરના નિવેદનના કારણે રાજકીય મોરચે નવો જ વિવાદ છેડાયો છે.

એસ જયશંકરે આઝાદી બાદ નહેરૂ અને સરદાર પટેલ એમ બંને નેતાઓ સાથે કામ કરી ચુકેલા અધિકારી વીપી મેનનના જીવન પર આધારીત પુસ્તકનુ વિમોચન કર્યુ હતુ અને પુસ્તકનો હવાલો આપીને ઉપરોક્ત નિવેદન આપ્યુ હતુ.

જયશંકરે ટ્વિટ કરીને 'વીપી મેનન' પુસ્તકના હવાલાથી લખ્યુ હતુ કે, રાજનીતિનો ઈતિહાસ લખવા માટે ઈમાનદાર બનવુ પડે છે. જ્યારે સરદારનુ નિધન થયુ ત્યારે તેમની સાથે જોડાયેલી યાદોને ભૂંસી નાંખવા માટે એક મોટુ અભિયાન શરૂ કરાયુ હતુ. કારણે મેં (વીપી મેનન) આ જોયુ હતુ અને હું આ જોઈને બહુ દુખી થયો હતો.



દરમિયાન જયશંકરના ટ્વિટ પર ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ સવાલ ઉઠાવીને કહ્યુ હતુ કે, આ એક ખોટી વાત છે. આ પ્રકારના જુઠ્ઠાણાનો પ્રચાર કરવાનુ કામ વિદેશમંત્રીનુ નથી. આ કામ તેમણે ભાજપના આઈટી સેલ પર છોડી દેવુ જોઈએ. પ્રોફેસર શ્રીનાથ રાઘવન પોતાના લેખમાં આ દાવાને ખોટો સાબિત કરી ચુકયા છે.

દરમિયાન નહેરૂ પર પુસ્તક લખનાર વરિષ્ઠ પભકાર પીયુષ બેબેલેએ વીપી મેનન પુસ્તકના દાવા પર સવાલ ઉઠાવીને 1 ઓગષ્ટ, 1947માં લખાયેલો એક પત્ર બહાર પાડ્યો છે. જેમાં નહેરૂએ સરદાર પટેલને કેબિનિટેમાં સામેલ થવાનુ નિમંત્રણ આપ્યુ હતુ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UPQvHM
via Latest Gujarati News

Post a Comment

0 Comments