આ રાજ્યમાં સરકારી ખર્ચે ચાલતી મદરેસાઓ અને સંસ્કૃત પાઠશાળાઓ બંધ કરાશે

ડિસપુર, તા.13 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર

આસામ સરકારે એક નવો ચીલો ચાતરીને સરકાર દ્વારા રાજ્યમાં સંચાલિત તમામ મદ્રેસાઓ અને સંસ્કૃત પાઠશાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

બહુ જલ્દી આ મદ્રેસા અને સંસ્કૃત પાઠશાળાઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ફેરવી નાંખવામાં આવશે.આસામના શિક્ષણ મંત્રી હેમંત વિશ્વ શર્માએ કહ્યુ હતુ કે, રાજ્ય ધાર્મિક સંસ્થાઓને ફંડ આપી શકે નહી. જોકે બિન સરકારી તેમજ સામાજીક સંગઠનો દ્વારા સંચાલિત મદ્રેસાઓ ચાલુ રહેશે. ધાર્મિક શિક્ષણ આપવાનુ કામ સરકારનુ નથી.

તેમણે કહ્યુ હતુ કે, કોઈ સંગઠન કે સમાજ પોતાના પૈસાથી ધાર્મિક શિક્ષણ આપતો હોય તો કોઈ સમસ્યા નથી પણ તેના માટે પણ નિયમો હશે. જે સરકારી મદ્રેસાઓ અને પાઠશાળાઓ બંધ થશે તેના શિક્ષકોને બીજે નોકરી નહી અપાય. તેમને જ્યાં સુધી નિવૃત્ત થશે ત્યાં સુધી ઘરે બેઠે વેતન અપાશે.

સરકારના નિર્ણયથી 612 મદ્રેસા અને 101 સંસ્કૃત પાઠશાળાઓ બંધ થશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Sl9xUP
via Latest Gujarati News

Post a Comment

0 Comments