ભીમા- કોરેગાવ બનાવ પરથી મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરે અને ગૃહપ્રધાન અનિલ દેશમુખ વચ્ચે મતભેદ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.13 ફેબ્રુઆરી 2020, ગુરુવાર

ભીમા- કોરેગાંવ એલ્ગાર પરિષદની તપાસ એન.આઈ.એ. (નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી)ને સોંપવાનો નિર્ણય લીધો છે. આથી આ નિર્ણય પરથી મહાવિકાસ આઘાડીમાં પ્રથમ વેળા મોટી અણબનાવ ઊભો થઈ રહ્યો છે.

ગૃહપ્રધાન અનિલ દેશમુખના મનવિરુધ્ધ મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ પોતાનો અધિકારનો ઉપયોગ કરીને ભીમા- કોરેગાંવ પ્રકરણની તપાસ એન.આઈ.એ.ને સોંપવાનો નિર્ણય લીધો છે. આથી ગૃહપ્રધાન અનિલ દેશમુખે પત્રકાર પરિષદમાં નારાજગી જાહેરપણે વ્યક્ત કરી હતી.

કેન્દ્ર સરકારે ભીમા- કોરેગાંવ પ્રકરણની તપાસ રાજ્ય સરકારને વિશ્વાસમાં લીધા વગર પરસ્પર એન.આઈ.એ. એટલે કે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને સોંપ્યો છે. તેની સામે રાજ્ય સરકારે વિરોધ કર્યો હતો. પણ રાજ્યની ત્રણ પક્ષની સરકાર હોવાથી આ સંવેદનશીલ પ્રકરણ પર એકમત થતા ન હતા.

આ સંદર્ભમાં પુણે કોર્ટમાં રાજ્ય સરકારે એન.આઈ.એ.ના વિરુધ્ધ દરવાજા ખખડાવ્યા હતા. તેનો નિર્ણય હજી આવવાનો બાકી છે. તે પૂર્વે મહાવિકાસ આઘાડી સરકારમાં વિસંગતા છડેચોક આપ્યો છે. ભીમા- કોરેગાવ પ્રકરણની તપાસ એન.આઈ.એ. આપવાના પ્રસ્તાવને મુખ્યપ્રધાને પોતાના અખત્યાર હેઠળ લઈ લીધો હોવાનું ગૃહપ્રધાને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આ મામલે મહાવિકાસ આઘાડીમાં સર્વે એકમતે નથી એવું સ્પષ્ટ થયું છે.

એન.આઈ.એ. પ્રકરણની તપાસ સરકારે પોતાના તાબામાં લેવા માટે પુર્ણ સત્ર અદાલતમાં અરજી કરાઈ હતી. અત્યાર સુધી આ પ્રકરણની તપાસ પુણે પોલીસ કરતી હતી. હવે આ તપાસ એન.આઈ.એ.ને સોંપવા માટે કેન્દ્ર સરકારે રાજ્યના ગૃહપ્રધાનને અરજી કરી હતી. આ અરજી પર સરકારે કોઈપણ નિર્ણય ન લેતા એન.આઈ.એ.ને બીજા માર્ગની પસંદગી કરી હતી અને આથી પુણે સત્ર અદાલતમાં કાયદેસરની લડાઈ કરવા અરજી દાખલ કરાઈ હતી. કોર્ટમાં રાજ્ય સરકારે એન.આઈ.એ.ને તપાસ કરવાનું સોંપવાનો વિરોધ કર્યો છે.

અલ્ગાર પરિષદે તપાસ કરવા માટે રાજ્યની પોલીસ યંત્રણા સક્ષમ છે. આ પ્રકરણ માટે તપાસ કરવા માટે અન્ય એજન્સીની જરૂર નથી એવી ભૂમિકા રાજ્ય સરકારે પુણેની અદાલતમાં માંડી હતી.

ભીમા- કોરેગાવ હિંસાચાર બાદ થયેલી એલ્ગાર પરિષદમાં લોકો સામે દાખલ કરવામાં આવેલા ગુના સંદર્ભે એન.સી.પી.ના અધ્યક્ષા શરદ પવારે મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો.

આ પ્રકરણમાં પુણે પોલીસે પોતાનાં અધિકારનો દુરઉપયોગ કરીને અનેક સાહિત્યકારોની સામે દેશદ્રોહીનો ગુનો દાખલ કર્યો હતો. ખોટા ગુના દાખલ કરવા સંબંધે પોલીસનો તપાસ કરવાનો અધિકાર કાઢીને નાંખો એવી માગણી શરદ પવારે કરી હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vzty0I
via Latest Gujarati News

Post a Comment

0 Comments