લખનઉ તા.8 ફેબ્રુઆરી 2020 શનિવાર
ઉત્તર પ્રદેશના લખનઉમાં હાલ ચાલી રહેલા ડિફેન્સ એક્સપો 2020માં આવનારા દરેક મુલાકાતીનું આકર્ષણ મિશન શક્તિ બની છે.
ભારતીય અવકાશ વિજ્ઞાનીઓએ દિવસરાત એક કરીને મેળવેલી આ સિદ્ધિ વિશે જાણવા જેવું છે. આ મિશન શક્તિ ભવિષ્યમાં થનારા યુદ્ધોમાં અનિવાર્ય રીતે ઉપયોગી પડે એવું શસ્ત્ર છે.
અંતરીક્ષમાં કોઇ ઉપગ્રહને ઊડાવી દેવાની ક્ષમતા આ મિશન શક્તિ ધરાવે છે. આ શક્તિ વિશે જાણીને જગત જમાદાર અમેરિકાની નાસા સંસ્થાએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. મિશન શક્તિનુ્ં એક મોડેલ અહીં ચાલી રહેલા ડિફેન્સ એક્સપો 2020માં રજૂ કરાયું હતું.
આ એક્સપોનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
ડિફેન્સ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના એક અવકાશ વિજ્ઞાની આર સાહુએ આ વિશે બોલતાં કહ્યું કે અત્યાર અગાઉ આવી શક્તિ માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે હતી. હવે ભારત પાસે પણ આવી શક્તિ આવી ગઇ છે. આમ આ શસ્ત્ર ધરાવતો ભારત દુનિયાનો ચોથો દેશ બન્યો હતો.
ભારતના સંરક્ષણ ખાતાની આ એક અનેરી સિદ્ધિ છે. માત્ર ત્રણ માસમાં આ મિશન શક્તિ તૈયાર કરાયું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/374sJKt
via Latest Gujarati News
0 Comments