રૂ,યાર્નમાં નિકાસ ઘટતા ભાવમાં પણ ઘટાડો


કાપડ બજારમાં આગળ લગ્નગાળો, સ્કૂલ, યુનિફોર્મ અને ગરમીના ચાલતા માલો માટે સારી ઘરાકીની આશા વેપારી વર્ગ રાખીને બેઠા છે. આ વર્ષે દેશમાં અને તેમાંય નોર્થ બાજુ ઠંડી વધુ પડતી થયેલ હોવાના લીધે તેની કાપડની ઘરાકી ઉપર અસર થવા પામે છે. વધારે પડતી ઠંડીના લીધે કોટન અને સિન્થેટીક્સ કાપડની ખરીદી ઘટી જવા પામેલ હતી. અને નોર્થન સ્ટેટમાં ગરમ કાપડની ડીમાન્ડમાં વધારો થવા પામે છે.

જો કે હવે દેશમાં ઠંડીનું પ્રમાણ ઘટતા અને આગળ સળંગ ઘરાકીના દિવસોના લીધે તેની સારી અસર કાપડ બજાર ઉપર રહેશે. વધુમાં ફુડ અને પેટ્રોલના ભાવમાં ઘટાડાના લીધે સિન્થેટીક્સ ફાઈબર અને યાર્નના ભાવોમાં ઘટાડો આવતા નથી. સારી અસર કાપડ બનાવતા યુનિટો ઉપર રહેશે.

વધુમાં ગયા વર્ષે કરતા આ વર્ષે કપાસના ભાવમાં ઘટાડો થતા અને તેના લીધે કોટન યાર્નના ભાવમાં ઘટાડા નોંધાતા કોટન બનાવની વેરાઇટીના કોસ્ટિંગ નીચા જશે. દેશમાં આ વર્ષે સારા વરસાદના લીધે આગળ ગામડાની ખરીદી પણ સારી રહેશે. અને ફુગાવો કન્ટ્રોલમાં જો રહે તો આગળ વ્યાજના દરમાં ઘટાડો આવી શકે. જેના પરિણામે વ્યાજના દરમાં ઘટાડો આવી શકે. જો કે અત્યારે કાપડ બજારમાં ઘરાકી છે પરંતુ પેમેન્ટના ધારા-ધોરણ બગડવા પામેલ છે.

કાપડ બજારમાં મુખ્ય નેગેટીવ પોઇન્ટમાં નાણાની સાયકલ બરાબર ચાલતી નથી. વેપારી પાસે ઓર્ડરો છે અને આગળ માલ ડીલીવરી કરવાના સારા ઓર્ડર હોવા છતાં જે પ્રમાણે નાણાની સાયકલ ચાલવી જોઇએ તે બરાબર ચાલી રહેલી નથી. કમ્પોઝીટ મિલો અને પાવરલુમ ફેકટરીઓના નફા ઘટવા પામેલ છે અને હોલસેઇલ તેમજ રીટેલ વેપારીઓ પણ નફા ઘટવાના લીધે પોતાની ઘરની મૂડી ઓછી કરી રહેલ છે. આની અસર કાપડના ઉત્પાદન ઉપર પડેલ છે.

મિલો અને પાવરલુમ ફેકટરીઓ પૂરી ક્ષમતાથી ચાલી રહેલ નથી. પ્રોસેસના કારખાના પાસે પહેલા કરતા વધુ કામ હાથ ઉપર છે અને રેડીમેઇડ ગારમેન્ટની ફેકટરીઓ પાસે વધારે પડતા ઓર્ડરો આવતા ગારમેન્ટની ફેકટરીઓ હવે પૂરી ક્ષમતાથી કામકાજ કરી રહેલ છે. વધુમાં ચીનના કોરોના વાઇરસના લીધે અહી જે કાપડના ઉત્પાદન એકમો અને ટેક્ષટાઈલને ફાયદા થવાની શક્યતા જોવા મળી રહેલ છે. ચીન ખાતે અહીંથી જે કપાસ અને કોટન યાર્નના ભાવો ઘટશે. જેના લીધે અહીના કોટન બનાવતા યુનિટોને સીધો ફાયદો થાય. વધુમાં ચીનથી જે માલો આવે છે તે ઉપર રીસ્ટ્રીકશન આવશે.

અત્યારે ચીનમાંથી મોટા પ્રમાણમાં માલો જે બાગ્લાદેશમાં જાય છે અને બાગ્લાદેશમાંથી ગારમેન્ટ બનીને ભારતમાં આવી રહેલ છે તેના ઉપર આડકતરો કંટ્રોલ આવી શકે. કારણ બાગ્લાદેશ જોડે ભારતે જકાતમુક્ત -ટ્રીટ્રી કરેલ છે. તેના લીધે મોટા પ્રમાણમાં ચીનના માલો બાગ્લાદેશ થુ્ર આવે છે. તેના ઉપર તાત્કાલિક ધોરણે કન્ટ્રોલ આવશે. આના લીધે ઘર આગણે જે માલો ઉત્પાદન થાય છે તેને સીધો જ ફાયદો થશે. ભારતીય કાપડ અને ગારમેન્ટની ડીમાન્ડ વધશે. જો કે ઘરઆગણે લોકલ અને દેશાવરોની ચેનલોમાં કાપડના પુષ્કળ માલના સ્ટોકના લીધે આ થતા થોડો સમયની રાહ જોવી રહી. આ બજેટમાં પીટીએ ઉપરની એન્ટી ડમ્પિંગ ડયૂટી નાબૂદ કરાતા પોલિયેસ્ટર ફાઈબર અને સિન્થેટીક્સ યાર્નના  ભાવમાં ઘટાડો આવશે.

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો આવતા પોલિસ્ટેર ફાઇબર બનાવવાના કોસ્ટિંગ નીચા આવતા તેની પણ સારી અસર વર્તાશે. જો કે ચીનમાં ચાલી રહેલ કોરોના વાઇરસના લીધે ડેનિમમાં વપરાતા કેમીકલ્સમાં એન્ડીગોલ્યુ આવતા અટકી ગયેલ છે અને તેના લીધે જો પરિસ્થિતિ વધુ ચાલે તો ડેનિમ કાપડ બનાવતા યુનિટોને અસર થશે તેવુ અનુમાન છે.વધુમાં ચીનથી આયાત થતી એસેસરીઝ, લેસ, બટન, ઝીપ હાલ આવતા અટકી ગયેલ છે. આના લીધે અહીના ગારમેન્ટના એક્ષપોર્ટરોને ઓર્ડરોનો અમલ કરવામાં મુશ્કેલી પડી રહેલ છે. જો કે અત્યારે જે પ્રમાણે ચીનમાં આ વાયરસ ચાલી રહેલ છે તે ત્યાના સમાચાર મુજબ મોટા પ્રમાણમાં છે અને જેટલો લંબાશે તેની અસર ઇન્ટરનેશનલ બજાર ઉપર થવાની શક્યતા છે. જો કે ટેક્ષટાઈલને નિસ્બત જોતા અહીંના માલો માટે સારા ઓર્ડર આવી શકે.

કાપડના ભાવ: એરજેટ પોપલીન ૬૩૫નો ૪૦/૪૦ ૧૩૨/૭૨ ક્વોલીટી ગ્રે રૂ ૬૬માં સોદા થયેલ છે. એરજેટ રેયોન ૧૮ કીલો ક્વોલીટી ૬૩ પનો ૩૦/૩૦ તે વધીને રૂ ૪૪ થયેલ છે. એરજેટ ૬૩ પનો ૬૦/૬૦ ૧૪૪/૬૮સાટીન ગ્રે કોમ્પેક્ટ બાય કોમ્પેક્ટ ક્વોલીટી રૂ ૬૬માં સોદા થયેલ છે. સાટીન ૪૮ પનો ૫૦/૫૦ ૧૪૪/૬૮ ક્વોલીટી કોમ્પેક્ટ બાય કોમ્પેક્ટ રૂ ૪૭માં માલો વેચાય છે. 



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SSxbXA
via Latest Gujarati News

Post a Comment

0 Comments