નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી 2020 બુધવાર
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર મળ્યા બાદ દેવબંદ પહોંચેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે દારૂલ ઉલૂમને આતંકની ગંગોત્રી ગણાવી. જોકે, દિલ્હી ચૂંટણીમાં મળેલી હારને ગિરિરાજે ભૂલ ગણાવી.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યુ કે તે નાગરિકતા સંશોધન કાનૂન વિરૂદ્ધ લડત લડી રહ્યા નથી પરંતુ તે ગઝવા-એ-હિંદ માટે લડત લડી રહ્યા છે. ગઝવા-એ-હિંદ ભારતમાં મુસ્લિમ રાષ્ટ્ર બનાવવા ઈચ્છે છે. અમે તેનો આ ઈરાદો સફળ થવા દઈશુ નહીં. દિલ્હીની હાર પર ગિરિરાજે કહ્યુ કે જો ભૂલ ના થઈ હોત તો અમે જીતેલી બાજી હારત નહીં.
શરજીલના બહાને પ્રદર્શનનો વિરોધ
દેવબંદના દેવીકુંડમાં મહાકાલેશ્વર જ્ઞાન મંદિર આશ્રમના સ્વામી બ્રહ્માનંદ સરસ્વતીને મળ્યા બાદ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યુ કે આ નાગરિકતા કાનૂનના વિરોધમાં ધરણા કરી રહ્યા છે. આ દેશમાં ખિલાફત આંદોલન કરી રહ્યા છે. શાહીન બાગમાં શરજીલ ઈમામ જેવા ભણેલા ગણેલા વ્યક્તિઓ કહી રહ્યા છે કે અમે ભારતમાંથી અસમના ભાગને કાપી નાખીશુ.
ભારતમાં મુસ્લિમોની સ્થિતિ સારી
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આરોપ લગાવ્યુ કે ભારતને ઈસ્લામિક સ્ટેટ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અહીં ગઝવા-એ-હિંદને લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
સમગ્ર દુનિયાના મુસલમાનો કરતા ભારતીય મુસલમાનોની સ્થિતિ સૌથી સારી છે. સીએએ વિરૂદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. આ ગઝવા-એ-હિંદ કરવા ઈચ્છે છે, જે અસંભવ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SiKiCo
via Latest Gujarati News
0 Comments