નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી 2020 બુધવાર
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જીતના જશ્ન વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. બુધવારથી ગેસ સિલિન્ડરના ભાવોમાં વધારો થઈ ગયો છે. હવે સિલિન્ડર દીઠ લગભગ 150 રૂપિયા સુધી વધારે આપવા પડશે.
આજથી નવા ભાવ લાગુ થયા બાદ હવે દિલ્હીમાં 14 કિલોના ગેસ સિલિન્ડર 858.50 રૂપિયામાં મળશે. નવા ભાવોને તત્કાલ પ્રભાવથી લાગુ કરી દેવાયા છે.
ઈન્ડિયન ઓઈલ અનુસાર દિલ્હીમાં 14 કિલોના ગેસ સિલિન્ડર હવે 144.50 રૂપિયા વધીને 858.50 રૂપિયામાં મળશે. કલકત્તાના ગ્રાહકોને 149 રૂપિયા વધારે ચૂકવીને 896.00 રૂપિયાના ભાવે સિલિન્ડર મળશે.
આ રીતે મુંબઈમાં 145 રૂપિયાનો વધારો થયો છે અને હવે અહીં LPG સિલિન્ડરના નવા ભાવ 829.50 રૂપિયા થઈ ગયા છે.
મુંબઈના લોકોને હવે 145 રૂપિયા વધારે ચૂકવવા પડશે. આજથી હવે નવા ભાવ 829.50 થઈ ગયા છે. ચેન્નઈમાં 147 રૂપિયાના વધારા સાથે હવે 881 રૂપિયામાં 14 કિલોનો સબસિડી વિનાનો એલપીજી ગેસ સિલિન્ડર મળશે.
ઉલ્લેખનીય છે કે સામાન્ય બજેટ પહેલા કમર્શિયલ ગેસ સિલિન્ડર પર રેકોર્ડ 224.98 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. વેપારીઓને કમર્શિયલ સિલિન્ડર માટે 1550.02 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OQ0etY
via Latest Gujarati News
0 Comments