વૉશિંગ્ટન, તા. 12. ફેબ્રઆરી 2020 બુધવાર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પે પોતાના ભારત પ્રવાસ અંગે પહેલી પ્રતિક્રિયા આપી છે.
તેમણે વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યુ હતુ કે, પીએમ મોદી બહુ સજ્જન વ્યક્તિ અને મારા બહુ સારા દોસ્ત છે.ભારત જવા માટે હું ઉત્સુક છે.મેં પીએમ મોદી સાથે વાતચીત કરી છે અને તેમણે મને કહ્યુ હતુ કે, અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીના રુટ પર લાખો લોકો સ્વાગત કરવા માટે હાજર હશે.
ઉલ્લેખનીય છે કે, પીએમ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરી એમ બે દિવસ ભારતના પ્રવાસે આવનાર છે.ટ્રમ્પની સાથે ફર્સ્ટ લેડી મેલિનિયા ટ્રમ્પ પણ ભારત આવે તેવી શક્યતા છે.
ભારત યાત્રા દરમિયાન ટ્રમ્પ અમદાવાદમાં યોજાનારા એક રોડ શોમાં ભાગ લેશે અને સાબરમતી આશ્રમની પણ મુલાકાતક લેશે.અમદાવાદના દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનુ ઉદઘાટન પણ ટ્રમ્પના હાથે થશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Hf3lY5
via Latest Gujarati News
0 Comments