વડાપ્રધાનની ટીકા બદલ રાજ્યસભાના અધિકારીને પદ પરથી હટાવાયા


નવી દિલ્હી, તા. 13 ફેબ્રૂઆરી, 2020, ગુરૂવાર

વડા પ્રધાન મોદી તથા મંત્રી મંડળના કેટલાક સભ્યોની ટીકા કરવા બદલ રાજ્ય સભાના સિક્યુરિટી અધિકારીને સજા મળી છે. ઉરૂજુલ હસન નામના અધિકારીને નીચી પાયરીએ ઉતારી દેવાયો છે. 

સરકારી નિયમ પ્રમાણે સરકારી કર્મચારી સરકારની નીતિ-રીતિ વિરૂદ્ધ લેખીતમાં, જાહેરમાં ટીકા કરી શકતો નથી. કર્મચારીએ સરકારની પોલીસી સામે સવાલ કરવા ચોક્કસ ધારા-ધોરણો અનુસરવા પડે છે. એ ધારા-ધોરણોનું પાલન ન કરવા બદલ રાજ્યસભાને ચેરમેન વેંકૈયા નાયડુએ અંતે આ નિર્ણય લીધો હતો.

હસને એકથી વધુ સોશિયલ મીડિયા પોસ્ટમાં વડા પ્રધાન અને મંત્રીઓની ટીકા કરી હતી. માટે તેમના વિરૂદ્ધ તપાસ સમિતિ બેસાડાઈ હતી. હસન સિક્યુરિટી વિભાગમાં ડેપ્યુટી ડિરેક્ટર હતા. તેમને ડિમોટ કરી દેવાયા છે અને પાંચ વર્ષ સુધી પ્રમોશન નહીં થાય કે પગાર વધારો નહીં મળે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OTU8sx
via Latest Gujarati News

Post a Comment

0 Comments