મને મારું હિન્દુત્વ સાબિત કરવાની જરૂરી નથી તેમજ ઝંડો પણ બદલ્યો નથી: ઉધ્ધવ ઠાકરેએ માર્યો પિતરાઈભાઈને ટોણો


(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા: 10 ફેબ્રુઆરી 2020, સોમવાર

મને મારું હિન્દુત્વ સાબિત કરવાની જરૂરી નથી. કારણ મારું હિન્દુત્વ એ તો બાળાસાહેબ ઠાકરેનું હિન્દુત્વ છે અને એ હિન્દુત્વ ચોખ્ખું જ છે, આવા શબ્દોમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તેમજ શિવસેના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ નામ લીધા વગર એમના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેને ટોણો માર્યો. આગળ શિવસેના પક્ષ પ્રમુખે, આપણે ઝંડો પણ બદલ્યો ના હોવાની સ્પષ્ટતા પણ કરી હતી. હિન્દુત્વ તેમજ ભગવો ઝંડો આપણા શરીરમાં પ્રાણ છે ત્યાર સુધી છોડીશું નહીં, એવું પણ સણસણતા શબ્દોમાં સંભળાવ્યું હતું. શિવસેના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ શિવસેનાના વિધાનસભ્યો, તેમજ હોદ્દેદારોની બેઠક બોલાવી હતી. એ બેઠકમાં તેમણે પોતાની, તેમજ પાર્ટીની ભૂમિકા ચોખ્ખા શબ્દોમાં સ્પષ્ટ કરી અને આપણે વારે ઘડીયે ભૂમિકા, ઝંડો બદલવાવાળો નથી.

શિવસેના પ્રમુખ અને હિંદુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેની હિન્દુત્વ વાદી પાર્ટીને પોતાનું હિન્દુત્વ સાબિત કરવાની ક્યારે પણ જરૂર પડશે નહીં. એક નેતા, એક ઝન્ડો, આ સિધ્ધાંત બાળાસાહેબનો પહેલેથી જ છે. દુનિયાને સંપૂર્ણ જાણકારી છે કે શિવસેના અને બાળાસાહેબનું હિન્દુત્વ શું છે, એવું પણ ઉધ્ધવ ઠાકરેએ બોલી બતાવ્યું. શિવસેનાના તમામ હોદ્દેદારો તેમજ વિધાનસભ્યોને જાણકારી આપતા ઉધ્ધવ ઠાકરેએ કહ્યું કે, દરેક જિલ્લામાં નિયોજન કેન્દ્રની રચના કરવામાં આવશે જિલ્લાના વિધાનસબ્યોને લઈને પ્લાનિંગ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના સીએએ તેમજ એનઆરસી કાનૂન અંગેની વિગતવાર જાણકારી આપીને એ પ્રત્યે માર્ગદર્શન આ બેઠકમાં કરવામાં આવ્યું.

સીએએ અને એનઆરસી શું છે? એ સમજાવીને કહેવામાં આવ્યું. અમુક લોકો કહે છે કે, શિવસેના કોંગ્રેસ અને એનસીપી સાથે આઘાડીમાં ગઈ હોવાથી એણે હિન્દુત્વનો ત્યાગ કર્યો છે, પણ અમારા શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી અમે અમારું હિન્દુત્વ અને અમારો ભગવો છોડીશું નહીં, એવી પણ ચોખવટ ઉધ્ધવ ઠાકરેએ કરી તેમજ હિન્દુત્વ છોડવાની વાતોને ચોખ્ખા શબ્દોમાં રદિયો આપ્યો હતો.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Si8OUl
via Latest Gujarati News

Post a Comment

0 Comments