U19 World Cup: જીત બાદ બાંગ્લાદેશી પ્લેયરે ભારતીય ખેલાડી સાથે કર્યુ ગેરવર્તન

નવી દિલ્હી, તા, 10 ફેબ્રુઆરી 2020 સોમવાર

ટીમમાં ઈન્ડિયાની દિશાહીન બોલિંગ અને ધીમી ગતિની બેટિંગના કારણે ભારત 5મી વાર અંડર 19 વર્લ્ડ કપનો ચેમ્પિયન બનવાથી દૂર રહ્યુ પરંતુ મેચ બાદ મેદાન પર જે થયુ તે હેરાન કરી દેનારૂ હતુ. મેચમાં જીત મેળવ્યા બાદ બાંગ્લાદેશી ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે ગેરવર્તન કર્યુ. 

ક્રિકેટને એક જેન્ટલ મેન રમત માનવામાં આવે છે. U19 વિશ્વ કપના ફાઈનલમાં બાંગ્લાદેશની ઐતિહાસિક જીત બાદ બાંગ્લાદેશી ખેલાડીઓએ ભારતીય ખેલાડીઓ સાથે ગેરવર્તન કર્યુ છે.

જીત બાદ ખુશી મનાવતા મેદાન પર પહોંચેલા બાંગ્લાદેશી ખેલાડીઓમાંથી એક ખેલાડી મેદાન પર હાજર ભારતીય ખેલાડીની પાસે પહોંચીને અડગરીતે તેની સામે ઉભો રહ્યો. બાંગ્લાદેશી ખેલાડીએ કેટલીક ભડકાઉ વાતો પણ કરી. જે બાદ સામે ઉભેલા ભારતીય ખેલાડીએ તેને હાથથી દૂર હટાવ્યો. 

જે બાદ મેદાન પર હાજર એમ્પાયરે બંને ખેલાડીઓને એકબીજાથી દૂર કર્યા. બાંગ્લાદેશી ખેલાડીઓએ આ મેચમાં કેટલીક વાર ભારતીય ખેલાડીઓની સામે વાંધાજનક વાતો પણ કરી. આ વાતને સ્વીકારતા બાંગ્લાદેશી ટીમના કેપ્ટન અકબરે પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન કહ્યુ કે કેટલાક ખેલાડીઓએ મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓ પ્રત્યે આક્રમક બૉડી લેગ્વેજ દર્શાવી.

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જેપી ડુમિનીએ આ વીડિયો શેર કર્યો છે જેમાં સ્પષ્ટ રીતે ખેલાડીઓ વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38fwjTF
via Latest Gujarati News

Post a Comment

0 Comments