મધ્ય પ્રદેશમાં સાડા ચાર લાખ ટોયલેટ ‘ગૂમ’ થયાં

ભોપાલ તા. 10  ફેબ્રુઆરી 2020 સોમવાર

વડા પ્રધાનની સ્વચ્છતા ઝુંબેશના એક ભાગ રૂપે મધ્ય પ્રદેશમાં શૌચાલયો બાંધવાનો કરાયેલો દાવો બોગસ નીવડ્યો હોવાની અને 450 કરોડનું કૌભાંડ થયું હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી.

2012થી 2018 વચ્ચે અહીં સાડા ચાર લાખ શૌચાલયો બાંધ્યાં હોવાના દાવો એ સમયની સરકારે કર્યો હતો. એ પ્રોજેક્ટ પાછળ 450 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનો પણ દાવો કરાયો હતો. પરંતુ આ શૌચાલયો વાસ્તવમાં કાગળ પર જ હતા. એક પણ શૌચાલય દેખાડી શકાયું નહોતું.

જે શૌચાલયોના ફોટોગ્રાફ ખર્ચની વિગતો સાથે રજૂ થયાં હતા એ બધા ફોટોગ્રાફ્સ અન્ય લોકોના ટૉયલેટ્સના હતા એવી માહિતી પણ મળી હતી. 

આ પ્રોજેક્ટનો હિસાબ તપાસી રહેલા સંબંધિત અધિકારીઓએ ફોટોગ્રા્ફ્સને જીપીએસથી ટેગ કરવાના પ્રયાસો કર્યા ત્યારે તમામ ટેાયલેટ્સ ગૂમ થયેલાં જણાયાં હતાં. ત્યારબાદ આ કૌભાંડ બહાર આવ્યું હતું.

આ કૌભાંડે 2017માં થયેલા શૌચાલયના દરવાજાનું કૌભાંડ યાદ કરાવી દીધું હતું. 2017માં ત્યારના સરકારી અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે 42 હજાર ટોયલેટને નવા દરવાજા બેસાડવામાં આવ્યા હતા કારણ કે આ શૌચાલયોના દરવાજા તૂટેલા અને કંગાળ સ્થિતિમાં હતા. વાસ્તવમાં આવું કોઇ કાર્ય હાથ ધરાયું નહોતું અને અબજો રૂપિયાનુ્ં કૌભાંડ થયું હતું.

 




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38eMiBo
via Latest Gujarati News

Post a Comment

0 Comments