નવી દિલ્હી, તા, 10 ફેબ્રુઆરી 2020 સોમવાર
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંશોધન કાયદો 2018 પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટી રાહત મળી છે. જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ વિનીત શરણ અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટની બેન્ચ મામલે એસસી-એસટી સંશોધન કાયદાને પડકાર આપનારી અરજીને ફગાવી દીધી છે. હવે એસસી-એસટી સંશોધન કાયદા અનુસાર ફરિયાદ મળ્યા બાદ એફઆઈઆર નોંધાશે અને ધરપકડ થશે.
શુ છે કેસ
20 માર્ટ 2018માં કોર્ટે એસસી-એસટી કાનૂનના દુરપયોગને ધ્યાનમાં રાખતા મળનારી ફરિયાદોને લઈને FIR અને ધરપકડના પ્રાવધાન પર રોક લગાવી દીધી હતી. જે બાદ સંસદમાં કોર્ટના આદેશને પલટવા માટે કાનૂનમાં સંશોધન કરવામાં આવ્યુ હતુ. સંશોધિત કાનૂનની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bpNPGQ
via Latest Gujarati News
0 Comments