દિલ્હીમાં જીત બાદ LGને મળ્યા અરવિંદ કેજરીવાલ, 16 ફેબ્રુઆરીએ થઈ શકે છે શપથ ગ્રહણ

નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી 2020 બુધવાર

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવ્યા બાદ આજે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ દિલ્હીના એલ જી અનિલ બેજલને મળવા જશે. આ સિવાય આજે આપના ધારાસભ્યોની બેઠક પણ યોજાશે.

અરવિંદ કેજરીવાલે પોતાના નિવાસ પર આપના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે ત્યાં દિલ્હી ભાજપે પણ હારની સમીક્ષા માટે બેઠક બોલાવી છે. દિલ્હીમાં મંગળવારે 11 ફેબ્રુઆરીએ આવેલા પરિણામોમાં દિલ્હીની જનતાએ એકવાર ફરી અરવિંદ કેજરીવાલે સોંપવામાં આવી છે. દિલ્હીની 62 બેઠકો પર આપે જીત નોંધાવી છે. 

ભાજપ માત્ર 8 બેઠકો પર જીત મેળવી. કોંગ્રેસનો સ્કોર આ વખતે પણ શૂન્ય રહ્યુ. જોકે ગત વખતે સરખામણી ભાજપે આ વખતે વધારે બેઠકો લીધી છે પરંતુ આંકડો 10ની ઈનિંગ પણ જઈ શકી નહીં. 

દિલ્હી ભાજપના બે નેતા રહ્યા, જેનું કેજરીવાલની આંધીમાં પણ કંઈ બગડ્યુ નહીં. સતત બીજીવાર બેઠક બચાવવામાં સફળ રહ્યા એ નેતા છે રોહિણી વિધાનસભા બેઠકથી જીત્યા વિજેન્દ્ર ગુપ્તા અને વિશ્વાસનગરથી ત્રીજીવાર ધારાસભ્ય બન્યા ઓમ પ્રકાશ શર્મા.

વિશ્વાસનગરની વાત કરે તો 2013ના વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઓમ પ્રકાશ શર્માએ કોંગ્રેસને હરાકર બીજી વાર ભાજપનો કબ્જો આ સીટ પર જમાવ્યુ હતુ. અગાઉ 1993માં આ બેઠક જીતી હતી. જે બાદ 2015માં કેજરીવાલની આંધી દરમિયાન પણ ઓમ પ્રકાશ શર્મા ભાજપની આ સીટ બચાવવામાં સફળ રહ્યા હતા અને હવે 2020ના વિધાનસભા ચૂંટણીમાં પણ જીતવામાં સફળ રહ્યા. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37h5ehl
via Latest Gujarati News

Post a Comment

0 Comments