કુશળ વ્યાવસાયિકોને બ્રિટનમાં વધુ રોજગારી મળશે, PM બોરિસ જોન્સન નીતિ ઘડી રહ્યાં છે

લંડન / નવી દિલ્હી તા.10 ફેબ્રુઆરી 2020 સોમવાર 

દુનિયાભરના કુશળ વ્યાવસાયિકોને બ્રિટનમાં વધુ કામ મળશે એવી શક્યતા સર્જાઇ રહી હોવાની માહિતી મળી હતી

બ્રેક્ઝિટમાંથી મુક્ત થયા બાદ વડા પ્રધાન બોરિસ જોન્સન અને ગૃહ પ્રધાન પ્રીતિ પટેલ આ દિશામાં બ્રિટનની નવી નીતિ ઘડી રહ્યાં હોવાનું કહેવાય છે.

બ્રિટનની આ નવી નીતિથી ભારતના શિક્ષિત યુવાનોને વધુ તક મળશે એવી શક્યતા છે. 

ગયા સપ્તાહે મળેલી બેઠકમાં બ્રિટનની પર્યટન વિકાસ સમિતિએ આ સંદર્ભમાં કરેલી ભલામણનો વડા પ્રધાને સ્વીકાર કરી લીધો હતો. જો કે આ સાથે એવી પણ ભલામણ કરાઇ હતી કે કુશળ વ્યાવસાયિકોનો પગાર 3,00,000 પાઉન્ડથી ઘટાડીને 25,600 પાઉન્ડ કરવો. સંબંધિત ક્ષેત્રમાં એમની નિપુણતા ઉપરાંત અંગ્રેજી ભાષા પરના એમના કાબુના આધારે એમને નિયુક્ત કરવા.

આ સપ્તાહના ગુરૂવારે જોન્સન પ્રધાન મંડળનું વિસ્તરણ થવાનું છે. એ પછી શુક્રવારે ગૃહ પ્રધાન પ્રીતિ પટેલ આ નવી નીતિની ઔપચારિક જાહેરાત કરશે એવું સન્ડે ટાઇમ્સ અખબારે જણાવ્યું હતું.

આ અહેવાલમાં વધુમાં જણાવાયા મુજબ બ્રિટનની નીતિ વધુ ઉદાર બને અને એના પગલે બ્રિટનની આર્થિક પ્રગતિ થાય એ માટે ભારત સહિત દુનિયાભરના કુશળ વ્યાવસાયિકોને બ્રિટનમાં વસવાટની તક આપવા બાબત વડા પ્રધાને વિધાયક અભિગમ દાખવ્યો હતો.

સરકારી પ્રવક્તાએ કહ્યું કે અમને લોકોએ જે કામ માટે મત આપ્યા છે એ કામ અમારે કરી બતાવવાનું છે. અમે બિનકુશળ લોકોના આગમનને અટકાવવા માગીએ છીએ. બિનકુશળ અને સસ્તા કર્મચારીની તુલનાએ અમે કુશળ કર્મચારી દ્વારા ઉત્તમ ગુણવત્તા યુક્ત કામ થાય એવું ઇચ્છીએ છીએ.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HfuxWt
via Latest Gujarati News

Post a Comment

0 Comments