આદુનું પાણી છે જાદુઈ, માસિકના દુખાવાથી લઈ આ સમસ્યાઓ કરશે દૂર


નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2020, સોમવાર

આદુના ઔષધીય ગુણોથી તો તમે સૌ પરીચિત હશો. આદુનો ઉપયોગ આયુર્વેદમાં જ નહીં રસોડામાં બનતી વાનગીઓમાં પણ કરવામાં આવે છે. આદુ જેટલું ગુણકારી છે તેટલું જ ગુણકારી તેનું પાણી પણ હોય છે. તેમાં જિંજરોલ, ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ અને એંટી ઓક્સિડેન્ટ તત્વ હોય છે જે શરીરને અનેક રીતે લાભ કરે છે. 

1. રોજ આદુનું પાણી પીવાથી પાચનક્રિયા સુધરે છે. પેટમાં બળતરા થતી હોય તો તેની સમસ્યા દૂર થાય છે. 

2. આદુનું પાણી પીવાથી ઈંસુલિનનું સ્તર ઘટે છે અને ડાયાબીટિસના દર્દીઓનું શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 

3. આદુનું પાણી પીવાથી ફૂડ ક્રેવિંગ ઘટે છે. સાથે જ શરીરમાં ફેટ બર્ન કરવાની પ્રક્રિયાને તે વધારે છે. તેમાં કેલેરીનું પ્રમાણ ઝીરો હોય છે. તેથી લોકો વજન ઝડપથી ઘટાડી શકે છે. 

4. એક રિસર્ચ અનુસાર માસિકના દિવસોમાં રોજ આદુનું પાણી હુંફાળુ હોય ત્યારે પીવું જોઈએ. તેનાથી દુખાવો, બ્લોટિંગની સમસ્યા દૂર થાય છે. 

5. કસરત દરમિયાન મસલ્સ ડેમેજ થતા હોય છે. આ ડેમેજને દૂર કરવા માટે પણ આદુનું પાણી પીવું જોઈએ. રોજ તેને પીવાથી મસલ્સ ઝડપથી રીપેર થાય છે. 

6. ઉલટી, ઉબકાની સમસ્યા હોય ત્યારે આદુનું પાણી પીવાથી તુરંત રાહત અનુભવશો. મોર્નિંગ સિકનેસ પણ તમે દૂર કરી શકો છો. 




from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uxsaf6
via Latest Gujarati News

Post a Comment

0 Comments