
મથુરા,9 માર્ચ,2020,
સોમવાર મથુરામાં ૫૪ કીમી દૂર કોશી શેરગઢ રોડ પર ફાલન નામનું ગામ આવેલું છે.તે કોશીથી ૭ કીમી દૂર આવેલું છે.આ ગામમાં ભકત પ્રહલાદનું પ્રાચિન મંદિર અને એક કુંડ પણ આવેલો છે.ગામના વિશાળ ચોકમાં લોકો હોળી પ્રગટાવે છે. ગામના યુવાનોનું એક જુથ મંદિર પાસે આવેલા કુંડમાં સ્નાન કરીને આકાશ ભણી ગતિ કરતી અગ્ન જવાળાઓની વચ્ચેથી કુદે છે. આ જવાળાઓની ઉંચાઇ ૧૦ થી ૧૫ ફૂટ હોય છે. ઘિઆ પરંપરા વર્ષોથી ચાલે છે.

નવાઇની વાત તો એ છે કે ફાલનામાં આ અગ્નિની જવાળાઓમાં કુદતા યુવાનોને કરતબને જોવા માટે ૨૦ હજારથી પણ વધુ લોકો એકઠા થાય છે.ફાલેન ગામની હોળીમાં થતા આ સાહસને જોવા માટે વિદેશીઓ પણ ગામના મહેમાન બને છે.આ પરંપરા સદીઓથી ચાલું છે. લોકોના માનવા મુજબ ભકત પ્રહલાદ અને હોલિકા દહન જેટલી આ પરંપરા જુની છે. ફાલન ઉપરાંત આજુબાજુના પાંચ ગામના લોકો હોળી પર્વમાં એકઠા થાય છે .વિશાળ પંડાલ તૈયાર કરવામાં આવે છે.
આ ગામમાં સ્થાનિક પ્રશાસન દ્વારા ફાયર સેફટી તથા સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે છે. હોળીમાં કુદવા માટેની પ્રેકટિશ ભાગ લેનારા યુવાનો ૫ દિવસ પહેલા શરુ કરે છે. તેઓ ધ્યાનભંગ ના થવાય તે માટે મેડિટેશન પણ કરે છે. એક મહિના પહેલા ઉપવાસ અને ખોરાક પાણી પર નિયંત્રણ રાખે છે.ધગધગતી આગ અને તેની જવાળામાંથી સાંગોપાંગ પસાર થઇ જતા હોવા છતાં કયારેક કોઇ ઇજ્જા થવાની કે દાઝવાની ઘટના બની નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/339cU58
via Latest Gujarati News
0 Comments