કોરોનાના દર્દીઓની સંખ્યા 1190 થઈ સાથે 100 સાજા પણ થયા

નવી દિલ્હી, તા.30. માર્ચ 2020, સોમવાર

દેશમાં કોરોનાના વધતા જતા દર્દીઓ વચ્ચે એક સારા અહેવાલ એવા પણ છે કે, સાજા થયેલા દર્દીઓની સંખ્યા 100 પર પહોંચી ચુકી છે.

આજે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1190 પર પહોંચી છે. જ્યારે મોતને ભેટનારા લોકોની સંખ્યા વધીને 29 થઈ છે. આજે દર્દીઓની સંખ્યામાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે.

આ દર્દીઓમાં કુલ 49 વિદેશી પણ સામેલ છે. મહારાષ્ટ્ર અને કેરલ દર્દીઓની સંખ્યામાં મોખરે છે. બંને રાજ્યોમાં દર્દીઓની સંખ્યા 200ને પાર કરી ગઈ છે. જ્યારે ગુજરાતમાં દર્દીઓી સંખ્યા 69 પર પહોંચી છે. દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં હાલમાં કોરોનાના 75 દર્દીઓ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3auQ62m
via Latest Gujarati News

Post a Comment

0 Comments