દુનિયાના 137 દેશોમાં કોરોનાના 1.50 લાખ કેસ, 5746ના મોત

નવી દિલ્હી, તા.15 માર્ચ 2020, રવિવાર

ચીનમાં સૌથી પહેલા હાહાકાર મચાવનાર કોરોના વાયરસ હવે આખી દુનિયામાં પ્રસરી ગયો છે.

એક તરફ ચીનની સરકાર કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હોવાનો દાવો કરી રહી છે તો બીજી તરફ બીજા દેશોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.

દુનિયામાં ચીન સહિત કુલ 137 દેશોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દોઢ લાખને પાર થઈ ગઈ છે. કુલ 5746 લોકોના મોત થયા છે. આ આંકડા શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધીના છે.

દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11000 નવા કેસ સામે આવ્યા છે.જ્યારે 417 લોકો આ જ સમયગાળામાં મોતને ભેટયા છે. સૌથી વધારે કેસ ઈટાલીમાં નોંધાયા છે. એ પછી ઈરાન અને સ્પેનનો ક્રમ આવે છે.

દુનિયાભરમાં નોંધાયેલા 1.50 લાખ દર્દીઓમાંથી લગભગ 80000 દર્દીઓ ચીનમાં છે. જ્યાં 3189 લોકોના મોતથયા છે.તો 65000 લોકો સારવાર બાદ સાજા થયા છે.




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38PQyXA
via Latest Gujarati News

Post a Comment

0 Comments