કાશ્મીરમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ચાર આતંકીઓ યમસદન પહોંચ્યા

શ્રીનગર, તા.15 માર્ચ 2020, રવિવાર

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ એક એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓને યમસદન પહોંચાડી દીધા છે.

અનંતનાગ જિલ્લાના ડાલગામમાં આતંકીઓ સંતાયા હોવાની બાતમી મળ્યા બાદ સંયુક્ત ઓપરેશનના ભાગરુપે સુરક્ષાદળોએ આ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી હતી. આતંકીઓએ આ જોઈને ફાયરિંગ શરુ કરી દીધુ હતુ. જેના જવાબમાં સુરક્ષાદળોએ ગોળીઓ વરસાવીને ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.

ઓપરેશનમાં સીઆરપીએફ, આર્મી અને કાશ્મીર પોલીસ પણ સામેલ છે.હજી પણ ફાયરિંગ ચાલી રહ્યુ છે. એક આતંકી હજી પણ ઘરમાં સંતાયેલો હોવાની આશંકા છે.

આ પહેલા 9 માર્ચે પણ થયેલા એ્કાઉન્ટરમાં બે આતંકીઓને મોતને ઘાટ ઉતારાયા હતા.ગઈકાલે, શનિવારે બારામુલામાંથી પણ એક આંતકીને જીવતો પકડવામાં સુરક્ષા દળોને સફળતા મળી હતી. તેમના બે મદદગારો પણ પોલીસે હથિયારો સાથે પકડી પાડ્યા છે.





from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WgSGoq
via Latest Gujarati News

Post a Comment

0 Comments