અમેરિકન શેરબજાર ડાઉજોન્સમાં 1371 પોઇન્ટનો કડાકો, ભારતીય શેરમાર્કેટમાં ભારે ધોવાણની શક્યતા


અમદાવાદ, તા. 11 માર્ચ, 2020, બુધવાર

વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસ પ્રબળ બનવાની સાથે અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ અમેરિકી શેરબજારમાં આજે ફરી એકવાર 877 પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું. કોરોના વાઇરસના કારણે ઇટાલીનું અર્થતંત્ર ખાડે ગયાના અહેવાલો સાથે અન્ય દેશોમાં પણ પ્રતિકૂળતા પ્રબળ બની હોવાના અહેવાલોની અમેરિકી શેરબજાર ઉપર પ્રતિકૂળ અસર થવા પામી હતી.

બીજી તરફ પ્રતિકૂળ માહોલને કારણે બેંકો દ્વારા અમેરિકન ઇક્વિટીના અર્નિંગના અંદાજોમાં પણ ઘટાડો કરાયો હતો. દરમિયાન લેટેસ્ટ મુવમેન્ટમાં ગોલ્ડમેન એજન્સી દ્વારા એસ એન્ડ પી 500ના અર્નિંગ અંદાજમાં પણ ઘટાડો કરાતા પરિસ્થિતિ વધુ ખરડાઈ હતી.

આ અહેવાલો પાછળ ડાઉજોન્સ ઇન્ડેક્સ 877 પોઇન્ટ એટલે કે 3.50% તૂટીને 24141 પોઇન્ટની સપાટીએ ઉતરી આવ્યો હતો. જ્યારે નાસ્ડેક 268 પોઇન્ટ તૂટીને એટલે કે 3 % તૂટીને 8077ની સપાટીએ નરમ હતો. બીજી તરફ એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 102 પોઇન્ટ એટલે કે 3.53 ટકા તૂટીને 2777ની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IFT7k8
via Latest Gujarati News

Post a Comment

0 Comments