
મુંબઈ,12 માર્ચ 2020 બુધવાર
કોરોના વાઈરસની બિમારી પુણે બાદ મુંબઈમાં એન્ટ્રી કરી છે. પુણેમાં આઠછ અને મુંબઈમાં બે દરદી મળીને કુલ રાજ્યમાં કોરોના વાઈપસના દરદીની સંક્યા ૧૦ ઉપર પહોંચી છે. આથી કોરોના વાઈરસના પાર્શ્વભૂમિ પર હાલમાં ચાલી રહેલા મહારાષ્ટ્રના બજેટ અધિવેશનને ઝડપથી આટોપી લેવાશે. શનિવાર ૧૪ માર્ચના રાજ બજેટ અધિવેશનનું સમાપન કરવાનો નિર્ણય પ્રદાન મંડળની આજની બેઠકમાં લેવામાં આવ્યો છે એટલે કે એક અઠવાડિયું વહેલું અધિવેશન પૂરું કરાશે. તેમજ રાજ્યમાં કોઈપણ પ્રકારના મોટા સમારંભો યોજાશે નહીં, એમ રાજ્યના મુખ્યપ્રધાને ઉધ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.
આ અધિવેશન કોરોના વાઈરસની બિમારીના ભયથી ઝડપથી આચોપી લેવાયું નથી. પણ વિધાનસભ્યો પોતાના મતદાર ક્ષેત્રમાં આ બિમારીને નાથવા આવશ્યક પગલાં લેવા તેમજ જનજાગૃતિ લોકોમાં લાવી શકે તે હેતુસર ૨૦ માર્ચના બદલે ૧૪ માર્ચના રોજ આ અધિવેશનનું સમાપાન કરાશે. આ માટે આવશ્યક પ્રક્રિયા કરાશે. એમ તેમણે જણાવ્યું હતું.
હાલમાં શાળા, કોલેજ બંધ રાખવાનો કોઈપણ નિર્ણય લેવાયો નથી. ઊલ્ટાનું શાળા કોલેજ બંધ રાખવામાં આવશે તો લોકોમાં ગભરાટ ફેલાશે બંધ રાખવાની અવસ્થા નથી, એમ તેમમે ઉમેર્યું હતું,.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TXn6t7
via Latest Gujarati News
0 Comments