
મુંબઇ,12 માર્ચ 2020 બુધવાર
મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ 'ઓપરેશન લોટસ' સફળ કર્યું, હવે બીજેપીની નજર રાજસ્થાન અને મહારાષ્ટ્ર તરફ લાગી છે. રાજસ્થાનની અશોક ગેહલોતની અને મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેની સરકાર ઉથલાવવાના પ્રયાસ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કર્યા હોવાના સમાચાર આવે છે, ત્યાં જ એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના સામાજિક ન્યાય પ્રધાન ધનંજય મુંડેએ બીજેપી ઉપર ટીકા કરતા કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં મધ્ય પ્રદેશ જેવી પરિસ્થિતિ નિર્માણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીને ઘણા જનમ લેવા પડશે.
મહારાષ્ટ્રમાં પણ મધ્ય પ્રદેશ જેવો રાજકીય ભૂકંપ થશે એવો દાવો ભાજપ નેતાઓ કરી રહ્યા છે. એ દાવાનો વળતો જવાબ આપતા ધનંજય મુંડેએ ''એવો આનંદ માણવાનો મોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મળશે નહીં,'' મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસનો આનંદ માણવા માટે મહારાષ્ટ્ર અને દિલ્હીના નેતાઓને ગુડી પડવો, દિવાળી આવા બધા મૂહુર્ત જોઇને પણ લાભ થશે નહીં, કદાચ મધ્ય પ્રદેશમાં જ તેમને એ આંદ માણી શકાશે. પણ મહારાષ્ટ્રમાં રાજ્ય અને દિલ્હીના નેતાઓને ઘણા જનમ લેવા પડશે તો.. એવું કરીને પણ હાથમાં કશું જ આવશે નહીં અને આનંદ મળશે નહીં, એવા શબ્દોમાં ધનંજય મુંડેએ સંભળાવી દીધું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cPUw5r
via Latest Gujarati News
0 Comments