
નવી દિલ્હી, તા. 9 માર્ચ, 2020, સોમવાર
યસ બેંકમાં ભવિષ્યમાં કરોડો રૂપિયા ફસાવવાની ગંધ બેંકના અનેક ગ્રાહકોને ગયા વર્ષે જ આવી ગઇ હતી. જેને પગલે ગ્રાહકોએ વર્ષ પહેલા જ પોતાના નાણા ઉપાડવાનંુ શરૂ કરી દીધુ હતું. એક રિપોર્ટ અનુસાર ગયા વર્ષે માર્ચથી સપ્ટેમ્બર દરમિયાન ગ્રાહકોએ આશરે 18,110 કરોડ રૂપિયા બેંકમાંથી ઉપાડી લીધા હતા.
હાલની સિૃથતિ એવી છે કે ગ્રાહકો યસ બેંકમાંથી 50 હજારથી વધુની રકમ નથી ઉપાડી શકતા, બેંક પાસે માર્ચ 2019 સુધીમાં કુલ 2,27,610 કરોડ રૂપિયાની ડીપોઝિટ હતી, જોકે બાદમાં જુન મહિના સુધીમાં આ રકમ ઘટીને 2,25,902 કરોડ પર પહોંચી ગઇ હતી, જે આગળ જતા વધુ ઘટીને માત્ર 2,09,497 કરોડ પર આવી ગઇ હતી.
એટલે કે ગ્રાહકોએ આશરે 18110 કરોડ રૂપિયા આ સમયગાળા દરમિયાન ઉપાડી લીધા હતા. એવા અહેવાલો છે કે બેંક ડુબવા જઇ રહી હોવાની ગંધ ગ્રાહકોને વર્ષ પહેલા જ આવી ગઇ હતી જેને પગલે એક બાદ એક પૈસા ઉપાડવા લાગ્યા હતા. જોકે સપ્ટેમ્બર બાદના બેંકના કોઇ જ ડેટા જાહેર કરવામાં નથી આવ્યા જેને પગલે આગળ કેટલી રકમ ઉપાડી લેવાઇ તેની માહિતી મળી શકી નથી.
કેટલાક ગ્રાહકો એવા છે કે જેને યસ બેંકમાં બધુ ઠીક નથી ચાલી રહ્યુંની જાણકારી મળતા જ પોતાના ખાતામાં જે પણ રકમ હતી તે બધી ઉપાડી લીધી હતી, આવા જ એક દિલ્હીના ગ્રાહકે મીડિયાને કહ્યું હતું કે મે બેંકનું ખાતુ ચલાવવા માટે જરૂરી હોય તેટલી જ રકમ જમા રાખી હતી જ્યારે બાકીની બધી રકમ ઉપાડી લીધી હતી, મને એવી શંકા ગઇ હતી કે હાલ યસ બેંકમાં બધુ યોગ્ય નથી ચાલી રહ્યું.
છેલ્લા કેટલાક મહિનાથી યસ બેંક ડુબવાની છે તેવી ચર્ચા ચાલી રહી હતી, જેને પગલે બેંકે પણ આ ચર્ચાને ખોટી સાબિત કરવા માટે બધુ જ ઠીક ચાલી રહ્યું છે તેવા સંદેશા ફરતા કર્યા હતા અને તે પ્રકારની જાહેરાતો પણ કરી હતી. સાથે દાવા કર્યા હતા કે બેંકના ગ્રાહકોને કોઇ જ અસર નહીં થવા દઇએ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38zRCPa
via Latest Gujarati News
0 Comments