18 વર્ષમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને શું આપ્યુ, કોંગ્રેસે જાહેર કર્યુ લિસ્ટ

ભોપાલ, તા.11 માર્ચ 2020, બુધવાર

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ સાથેનો 18 વર્ષ જુનો સબંધ તોડી નાંખ્યો છે. તેમના આ નિર્ણય બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર પર પણ સંકટ આવી ગયુ છે.

કોંગ્રેસેથી નાખુશ જ્યોતિરાદિત્ય સિંધિયાએ એવુ કારણ આપ્યુ છે કે, કોંગ્રેસમાં રહીને લોકોની સેવા થઈ શકતી  નથી.

જોકે કોંગ્રેસે તેમના આરોપોનો જવાબ આપીને છેલ્લા 18 વર્ષમાં પાર્ટીએ તેમન શું આપ્યુ છે તેનુ લિસ્ટ જાહેર કર્યુ છે.

17 વર્ષ સાંસદ

બે વખત કેન્દ્રીય મંત્રી

રાષ્ટ્રિય મહાસિચવ

યુપીના પ્રભારી

કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય

ચૂંટણી અભિયાનના પ્રમુખ

50 ટેકેદારોને ટિકિટ અને 9 ટેકેદારોને મંત્રીપદ

આમ કોંગ્રેસે એવુ સાબિત કરવાની કોશિશ કરી છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાને પાર્ટીમાં મહત્વ નહી મળતુ હોવાની જે વાત કરી છે તે ખોટી છે.

કોંગ્રેસે સવાલ પૂછ્યો છે કે, આટલુ બધુ કોંગ્રેસમાં મળવા છતા જ્યોતિરાદિત્ય સિંધિયા કેમ મોદી અને શાહની શરણમાં જતા રહ્યા.

કોંગ્રેસે ટ્વિટર પર એક તસવીર શેર કરીને સિંધિયાને વિશ્વાસ તોડનારા ગણાવ્યા છે.કોંગ્રેસના કેટલાક નેતાઓ જેમ કે અધીર રંજન ચૌધરીએ તો સિંધિયાને ગદ્દાર પણ ઠેરવી દીધા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38FQycv
via Latest Gujarati News

Post a Comment

0 Comments