ભાજપ હાઇકમાન્ડ પાસે જ્યોતિરાદિત્ય સિંધ્યા માટે આ નેતાએ કરી વાટાઘાટો?

ભોપાલ, તા. 11 માર્ચ 2020 બુધવાર

કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપી દિધા બાદ મધ્ય પ્રદેશની રાજકીય સંકટની સ્થિતિ ઉભી થઇ છે. સિંધિયાની સાથે અત્યાર સુધી 22 ધારાસભ્યોએ રાજીનામુ આપી દિધું છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા અને ભાજપ હાઇકમાન્ડ વચ્ચે ડીલ કોને કરાવી. પર્દા પાછળ કોને સમગ્ર ખેલ પાર પાડ્યો? આખરે કોણ છે જેના પર ભરોસો મુકી ભાજપ હાઇકમાન્ડે મધ્ય પ્રદેશ માં ઓપરેશન લોટસની જવાબદારી સોંપી?

જ્યોતિરાદિત્યએ બીજેપીમાં સામેલ કરવાથી લઇને તેમના વતી બેટિંગ કરવાની કામગીરી બીજેપી પ્રવક્તા ઝફર ઇસ્લામે કરી છે. ઝફર ઇસ્લામ મીડિયા માટે કોઇ નવું નામ નથી. ટીવી ચેનલમાં ડિબેટમાં તેઓ દરરોજ બીજેપીનો બચાવ કરતા જોવા મળે છે. રાજનીતિમાં આવતા પહેલા ઝફર ઇસ્લામ એક વિદેશી બેંક માટે કામ કરતા હતા અને લાખો રુપિયાનું વેતન મળતું હતું.

મોદીની રાજનીતિથી પ્રભાવિત થઇ ઝફર ઇસ્લામે બીજેપીમાંથી પોતાની રાજકીય ઇનિંગની શરુઆત કરી. કહેવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઝફર ઇસ્લામાના સારા સંબંધ છે.

ઝફર કોંગ્રેસના બાગી નેતા જ્યોતિરાદિત્ય સિંધ્યાને પહેલાથી ઓળખે છે. સિંધિયા જ્યારે પણ દિલ્હી જતા તેઓ અચુક ઝફરની મુલાકાત લેતા. મીડિયા રિપોર્ટ અનુસાર તાજેતરમાં જ્યોતિરાદિત્ય અને ઝફર વચ્ચે સતત પાંચ બેઠક થઇ હતી. એવું કહેવાય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના તરફથી વાત રજુ કરી હતી.

તેમની આ રજુઆતને ઝફરે પાર્ટી હાઇ કમાન્ડ સુધી પહોંચાડી. ત્યાર બાદ જ્યોતિરાદિત્યને બીજેપીમાં સામેલ કરવાની કવાયદ અને મધ્ય પ્રદેશમાં ઓપરેશન લોટસની આખી સ્ક્રિપ્ટ લખવામાં આવી. આ સમગ્ર ઓપરેશનમાં બીજેપી તરફથી ફક્ત લોજિસ્ટિકથી લઇ તમામ પ્રકારની મદદ પુરી પાડવામાં આવી હતી. સમગ્ર ઓપરેશન જ્યોતિરાદિત્ય સિંધ્યા અનુસાર ચાલ્યું. ત્યાં સુધી કે સોમવાર અને મંગળવારના રોજ જ્યતિરાદિત્ય સિંધિયાની વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત સમયે ઝફર ઇસ્લામ હાજર હતા. મંગળવારના રોજ જ્યાર ગૃહમંત્રી અમિત શાહ જ્યોતિરાદિત્ય સિંધ્યાને લઇને વડાપ્રધાન આવાસ પહોંચ્યા હતા તે સમયે પણ ઝફર ઇસ્લામ શાહની ગાડીમાં હાજર હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TV6tOD
via Latest Gujarati News

Post a Comment

0 Comments