રાહુલ ગાંધીએ કહ્યુ, પેટ્રોલના ભાવ ઘટાડે સરકાર, સિંધિયા પર કોઈ જવાબ ના આપ્યો

નવી દિલ્હી, તા.11 માર્ચ 2020, બુધવાર

મધ્યપ્રદેશમાં ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ક્રુડ ઓઈલના ભાવની ચિંતા વધારે છે.

રાહુલ ગાંધીએ પીએમ મોદીને સંબોધીને કહ્યુ હતુ કે, જ્યારે તમે એક ચૂંટાયેલી સરકારને પાડી દેવામાં વ્યસ્ત હતા ત્યારે વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલની કિંમતોમાં થયેલા 35 ટકા ઘટાડા પર તમારુ ધ્યાન નહી ગયુ હોય.શું તમે આ ભાવ ઘટાડાનો ફાયદો લોકો સુધી પહોંચાડશો.તમે પેટ્રોલનો ભાવ 60 રુપિયા પ્રતિ લિટરથી પણ ઓછી કરીને ખોરંભે પડેલી અર્થવ્યવસ્થાને ફાયદો કરી શકશો.

જોકે રાહુલ ગાંધીએ સિંધિયાના પાર્ટી સાથે છેડો ફાડવા અંગેના સવાલ પર કોઈ જવાબ આપ્યો નહોતો.સંસદમાં હાજરી આપવા માટે પહોંચેલા રાહુલ ગાંધીને આ અંગે સવાલ પૂછાયો ત્યારે તેઓ કોઈ જવાબ આપ્યા વગર સંસદની અંદર જતા રહ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TIfDiS
via Latest Gujarati News

Post a Comment

0 Comments