ભોપાલ, તા.11 માર્ચ 2020, બુધવાર
કોંગ્રેસ સાથે છેડો ફાડનાર જ્યોરાદિત્ય સિંધિયાના એક નજીકના ટેકેદાર અને ત્રિપુરા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચુકેલા પ્રદયોત માણિક્ય દેબવર્માએ દાવો કર્યો છે કે, જ્યોરાદિત્ય સિંધિયા રાહુલ ગાંધીને મળવા માંગતા હતા પણ તેમને આ તક અપાઈ નહોતી.
ચેનલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, તેઓ છેલ્લા કેટલાય મહિનાથી પ્રયત્નો કરી રહ્યા હતા. જો રાહુલ ગાંધી અમને સાંભળવા ના માંગતા હોય તો પાર્ટીમાં કેમ અમને લાવ્યા છે
દેબવર્માએ કહ્યુ હતુ કે, મેં મોડી રાતે જ્યોરાદિત્ય સિંધિયા સાથે વાત કરી હતી અને તેમણે મને કહ્યુ હતું કે, હું રાજ જોતો રહ્યો પણ મને રાહુલ ગાંધીને મળવા માટે એપોઈન્ટમેન્ટ મળી નહોતી.
તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસ પાર્ટીની હાલત જોઈને દુખ થાય છે.અમે વિચારીએ છે કે, આ જ સ્થિતિ રહી તો આગામી એક દાયકામાં કોંગ્રેસ પોતાના તમામ યુવા નેતાઓ ગુમાવી ચુકી હશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vfhSAI
via Latest Gujarati News
0 Comments