
મિલાન, 27 માર્ચ,2020 શુક્રવાર
વાયરસ વિશે એમ માનવામાં આવે છે કે તે મહિલા કે પુરુષ, ગરીબ કે અમીર બધે એકસરખો જ ફેલાયો છે. આફ્રિકાના ગરીબ દેશો કરતા યૂરોપના ઇટલી,ફ્રાંસ અને સ્પેન જેવા વિકસિત દેશોમાં વધુ ફેલાયો છે. જો કે અત્યારે સૌથી મોટી ચર્ચા એ ચાલે છે કે મહિલાઓની સરખામણીમાં પુરુષો કોરોના વાયરસનો ભોગ વધારે બને છે. ગલોબલ હેલ્થે કોવિડ-19માં જીવ ગૂમાવનારા લોકો પર સ્ટડી કરીને એવું તારણ કાઢયું છે કે કોરોનાનો ખતરો પુરુષોને વધારે રહેલો છે. ચીન પછી કોવિડનું નવું કેન્દ્ર બનેલા ઇટલીમાં કોવિડ પોઝિટિવ દર્દીઓમાં 60 ટકા પુરુષો અને મહામારીના મૃતકોમાં મહિલાઓની સંખ્યા માત્ર 30 ટકા છે.
ઇટલીના નેશનલ હેલ્થ ઇન્સ્ટીટયૂટે પણ આ અંગેના આંકડા બહાર પાડયા છે. જો કે મહિલાઓ કરતા પુરુષો પર કોરોનાનું જોખમ કેમ વધારે છે એ અંગે કોઇ વૈજ્ઞાનિક કારણ બહાર આવ્યું નથી. એવું માનવામાં આવે છે કે પુરુષોમાં ધુમ્રપાન અને તમાકુ જેવા વ્યસનોનું પ્રમાણ વધારે હોય છે આથી તેમની રોગ પ્રતિકારકશકિત ઓછી અને શરીરના અંગો નબળા હોય છે આથી વાયરસ વ્યસન ધરાવતા પુરુષો પર વધારે અસર કરે છે. ચીનનું ઉદાહરણ લેવામાં આવે તો વિશ્વમાં સૌથી વધુ ધ્રુમ્રપાન કરતા પુરુષો રહે છે જયારે મહિલાઓમાં આ વ્યસન માત્ર 3 ટકા જ છે.

ઇટલીની વાત કરીએ તો 70 લાખ પુરુષો જયારે 45 લાખ મહિલાઓ ધુમ્રપાન કરે છે. ઇટલીમાં કોવિડ-19ના મૃતકોમાં 99 ટકાને પહેલા કોઇને કોઇ રોગ જેમ કે હાઇ બીપી કે ડાયાબિટીશની બીમારી હતી જો કે કેટલાક વ્યસનોની વાતને માનવા તૈયાર નથી પરંતુ મહિલાઓની સરખામણીમાં પુરુષો વધારે ટ્રાવેલ કરતા હોવાથી મહામારીમાં સપડાવાની શકયતા મહિલાઓની સરખામણીમાં વધારે રહે છે જો કે ચીન અને ઇટલી પછી અમેરિકામાં આ અંગે કોઇ સંશોધન થયું નથી. ઇટલીમાં 10 મહિલાઓએ 24 પુરુષો, ચીનમાં 18, જર્મનીમાં 16 ઇરાન અને ફ્રાંસમાં 14 જયારે દક્ષિણ કોરિયામાં 12 પુરુષોના મોત થયા છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39orqXU
via Latest Gujarati News
0 Comments