નવી દિલ્હી, તા. 27 માર્ચ 2020 શુક્રવાર
કોરોના વાઈરસના કારણે દેશમાં 21 દિવસનું લૉકડાઉન છે. એવામાં અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે. લોકોને રાહત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત મોટી જાહેરાતો કરી રહ્યા છે. બીજી તરફ રિઝર્વ બેંકે રેપો રેટમાં ઘટાડો કર્યો છે. રેપો રેટના આ ઘટાડો આરબીઆઈ ઈતિહાસનો સૌથી મોટી ઘટાડો છે.
રેપો રેટમાં ઘટાડાનો ફાયદો હોમ, કાર કે અન્ય પ્રકારની લોન સહિત અનેક પ્રકારની ઈએમઆઈ ભરનારા કરોડો લોકોને મળવાની આશા છે.
RBIએ વ્યાજ દરોમાં ઘટાડાનું એલાન કર્યુ છે જેથી સામાન્ય જનતાને રાહત આપી શકાય. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરીને આની જાહેરાત કરતા કહ્યુ કે કોરોના વાઈરસ જલ્દી દૂર થયો નહીં તો દુનિયામાં મંદી આવી શકે છે. તે મંદીની અસર ભારત પર પણ પડવાની શક્યતા છે. ભારતમાં કોરોનાના કારણે વિકાસ દર ઓછા થશે. ભારતીય અર્થવ્યવસ્થા પર અસર પડશે. અર્થવ્યવસ્થામાં અત્યારે અનિશ્ચિતતાનો માહોલ છે. જોકે તેલની ઓછી કિંમતોથી લાભ થશે.
Repo rate reduced by 75 basis points to 4.4.%. Reverse repo-rate reduced by 90 basis points to 4%: RBI Governor Shaktikanta Das pic.twitter.com/eBb0WPAG21
— ANI (@ANI) March 27, 2020
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xp3Z3A
via Latest Gujarati News
0 Comments